હાર્દિક પંડ્યાને તેના મોટાભાઈ કૃણાલ પંડ્યાની સાતે 15 સભ્યોની ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રથમ ટી20 ધર્મશાળામાં રમાશે. આ સીરીઝ ત્રણ ટી20 મેચની છે.
જુલાઈ મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી કે ટીમ ઇન્ડિયાની નવી જર્સી પર હવે ઓપ્પોની જગ્યાએ Byju'sનું નામ હશે. અને આ જર્સી ખેલાડી આફ્રિકા સીરીઝમાં રમામાનાર મેચમાં પહેરશે. હાર્દિકે હાલમાં જ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને લખ્યું કે, “જ્યારે તમે પ્રવાસ કરો છો તો સેલ્ફી લેવી જરૂરી હોય છે.”
જેવી હાર્દિકે આ તસવીર શેર કરી કે લોકોએ તેનો ટ્રોલ કરાવનું શરૂ કરી દીધું.