Year Ender 2024: હાર્દિક પંડ્યા આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર બની ગયો છે. આ બાબતમાં તેણે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોને પણ હરાવ્યા છે. અમે તમને જણાવી રહ્યા છીએ ચાર મહત્વના અને મોટા કારણો જેના કારણે હાર્દિક ગૂગલમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યા આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર બની ગયો છે. આ બાબતમાં તેણે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોને પણ હરાવ્યા છે. ચાર મહત્વના અને મોટા કારણો જેના કારણે હાર્દિક ગૂગલમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.
ભારતનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ મામલે તેણે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને પણ હરાવ્યા છે. હાર્દિક પંડ્યા આ વર્ષે ઘણી બાબતોને લઈને ચર્ચામાં રહ્યો છે. છૂટાછેડાથી લઈને T-20 વર્લ્ડ કપ જીતવા સુધીના મુદ્દાઓ પર તેને ગૂગલ પર સર્ચ કરવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે તે આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ભારતીય ક્રિકેટર બની ગયો. આવો જાણીએ આ વર્ષે પંડ્યાના સમાચારમાં રહેવાના ખાસ કારણો વિશે.
મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ મળ્યા બાદ ભારે ટ્રોલ થઈ
હાર્દિક પંડ્યા વર્ષો સુધી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા રહ્યો. બાદમાં ગુજરાત ટાઇટન્સે તેને પોતાનો કેપ્ટન બનાવ્યો. આ ટીમ સાથે બે વર્ષ ગાળ્યા બાદ તે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો. પરંતુ તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને પસંદ આવ્યો ન હતો અને પ્રેક્ષકોએ સમગ્ર આઈપીએલ દરમિયાન હાર્દિકને જોરદાર ટ્રોલ કર્યો હતો. તેમજ તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, હાર્દિકની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું.
નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા
IPL દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યા ચાહકોના અપમાનનો સામનો કરી રહ્યો હતો ત્યારે તે પોતાના અંગત જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ સામે પણ લડી રહ્યો હતો. હાર્દિક પંડ્યાના નતાશા સ્ટેનકોવિક સાથેના સંબંધો ખતમ થઈ રહ્યા હતા. આખરે બંનેએ જુલાઇ 2024માં તેમના અલગ થવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. ઉલ્લેખનિય છે કે, લગ્નના ચાર વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા.
હાર્દિક તેના પુત્રથી પણ અલગ થઈ ગયો છે
પત્નીથી અલગ થવાની સાથે હાર્દિકને પુત્રથી અલગ થવાનું દુ:ખ પણ સહન કરવું પડ્યું હતું. હાર્દિક અને નતાશા એક પુત્ર અગસ્ત્ય પંડ્યાના માતા-પિતા છે. જોકે, છૂટાછેડા પછી નતાશા અગસ્ત્યનો ઉછેર કરી રહી છે. છૂટાછેડા પછી, નતાશા તેના પુત્ર સાથે સર્બિયા ગઈ હતી અને દોઢ મહિના પછી ભારત પાછી આવી હતી. આ પછી હાર્દિક તેના પુત્રને મળ્યો હતો. તેણે અગસ્ત્ય સાથેનો પોતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ભારતે T-20 વર્લ્ડ કપ જીત્યો
આ વર્ષે હાર્દિક પંડ્યાના ગૂગલ પર સમાચારમાં રહેવાનું કારણ પણ તેની ભારતને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવામાં મદદ કરવાનું હતું. તેણે આ ટુર્નામેન્ટમાં ટીમ માટે બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલની છેલ્લી ઓવરમાં યાદગાર બોલિંગ કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં મિલરની મોટી વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 7 રનથી ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.