હાર્દિક પંડ્યાના પિતાએ 'ફાધર્સ ડે' પર દીકરા પાસે માંગી કઈ ગિફ્ટ ? જાણીને થશે ગર્વ
હિમાંશુભાઇ પંડ્યાએ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા બંને દીકરા હાર્દિક અને કૃણાલને સારા ક્રિકેટર બનાવવા માટે મેં જેટલી મહેનત કરી છે. તેટલી જ મહેનત મારા બંને દીકરાએ પણ પોતાનું ક્રિકેટમાં કરિયર બનાવવા માટે કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા: ઇંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફીનો ફાઇનલ મુકાબલો છે અને આજે ફાધર્સ ડે છે તે નિમિતે હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુંભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે આજે મારો દીકરો સારી બેટિંગ અને બોલિંગ કરીને ભારતને પાકિસ્તાન સામે ચેમ્પીયન ટ્રોફી અપાવે તે જ મારા પુત્ર હાર્દિક તરફથી મારા જીવનની સૌથી મોટી ફાધર્સ ડેની ગિફ્ટ હશે.
આજે મારા બંને દીકરાને તેઓની મહેનતનું ફળ અને મને તેઓને સારા ક્રિકેટર બનાવવા માટે જે ભોગ આપ્યા તેનું ફળ મળી રહ્યું છે.
સમગ્ર દેશમાં આજે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ફાધર્સ ડેના દિવસે દીકરો-દીકરી પિતાને મનગમતી ગિફ્ટ આપીને ફાધર્સ ડેની ઉજવણી કરે છે. તેની ઉજવણીના ભાગ આજે હાર્દિક પંડ્યા પણ બની શકે છે.
હાલમાં ઓવલ ખાતે રમાનાર ચેમ્પિયન ટ્રોફીમાં ઓલરાઉન્ડ દેખાવ કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને વડોદરાના વતની હાર્દિક પંડ્યા પાસે પિતા હિમાંશુ પંડ્યાએ દીકરા પાસે પાકિસ્તાન સામે ભારતને ચેમ્પિયન બનાવવાની ગિફ્ટની માંગણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -