નવી દિલ્હી: ભારતીય મહિલા ટી-20 કપ્તાન હરમનપ્રીત કોર 100 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગઈ છે. હરમનપ્રીતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છઠ્ઠી ટી-20માં આ સિદ્ધિ મેળવી હતી. હરમનપ્રીતે આ મામલે ધોની અને રોહિત શર્માને પાછળ છોડી દીધાં છે.

મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માથી હરમનપ્રીત બે મેચ આગળ છે. રોહિત અને ધોનીએ અત્યાર સુધીમાં 98 ટી-20 રમ્યા છે. જ્યારે ભારતીય કપ્તાન વિરાટ કોહલી 72 ટી-20 રમ્યો છે.


મહિલા ક્રિકેટરોની વાત કરીઓ તે હરમનપ્રીત 100 ટી-20 મેચ રમનારી દુનિયાની દસમી ક્રિકેટર છે.