ઢાકાઃ બાંગ્લાદેસ અને પાકિસ્તાન (BAN vs PAK)ની વચ્ચે આજે ટી20 સીરીઝની પ્રથમ ટી20 મેચ રમાઇ, મેચમાં બાંગ્લાદેશની ટીમે 7 વિકેટે 127 રન બનાવ્યા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 4 બૉલ બાકી રહેતા મેચ જીતીને સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી હતી. આ સીરીઝમાં એક એવી ઘટના ઘટી જેને બધાને વિચારવા મજબૂર કરી દીધા હતા.
ખરેખરમાં, આ મેચનો હીરો પાકિસ્તાની ફાસ્ટ બૉલર હસન અલી રહ્યો, તેને બાંગ્લાદેશ સામે શાનદાર બૉલિંગ કરતા 3 વિકેટો ઝડપી હતી, અને આના બદલામાં તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન તેની ફાસ્ટ બૉલિંગને લઇને તે ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.
અસલમાં, હસન અલી ઇનિંગની બીજી ઓવર ફેંકી રહ્યો હતો, અને પહેલા જ બૉલ પર તેને મહત્વની વિકેટ ઝડપી, પરંતુ બાદમાં બીજો બૉલ પર તેને ઓફ સ્ટમ્પની બહાર નાંખ્યો. જે બેટ્સમેનને ચોંકાવીને વિકેટકીપરની પાસે જતો રહ્યો હતો. પરંતુ આ બૉલની સ્પીડૉમીટરમાં વિચિત્ર સ્પીડ બતાવી. સ્પીડોમીટરમાં આની સ્પીડ 219 કિલોમીટર પ્રતિ કલાક બતાવવામાં આવી, આ સ્પીડ જોઇને બધા ચોંક્યા, અને ટ્વીટર પર આ ટ્રેન્ડ કરવા લાગ્યુ હતુ. જોકે, ખરેખરમાં આ બૉલની સ્પીડ શું હતી તેની પુષ્ટી હજુ સુધી નથી થઇ. આટલી વધુ સ્પીડ ટેકનોલૉજીની ખામીના કારણે દર્શાવવામાં આવી હતી, જેના કારણે હસન અલી ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.