આ ભારતીય ક્રિકેટરની પત્નીનો ચોંકાવનારો દાવો, ઈદ બાદ કરશે બીજા લગ્ન
શમીએ મજાક-મજાકમાં કહ્યું કે, જો તે ફરીવાર નિકાહ કરશે તો તે હસીન જહાંને પણ આમંત્રણ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે, હસીન જહાંએ શમી પર અનૈતિક સંબંધો, મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. હસીને કોલકાતામાં શમી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પ્તની હસીન જહાંની વચ્ચે વિવાદ શાંત પડવાને બદલે વધુ વકરતો જઈ રહ્યો છે. જોકે, બન્ને થોડા દિવસ સુધી શાંત હતા પરંતુ ફી બન્ને વચ્ચે એક નવો વિવાડ ઉભો થયો છે. શમીની પત્ની હસીન જહાંએ શમી પર વધુ એક નવો આરોપ લગાવ્યો છે.
હસીનનો દાવો છે કે, મોહમ્મદ શમી ઈદના પાંચ દિવસ બાદ નિકાહ કરવાનો છે. શમીની પત્ની હસીન જહાંએ નિવેદન આપ્યું કે, ‘શમી પોતાના ભાઈની સાળી સાથે લગ્ન કરવાનો છે, તેણે મારાથી તલાક લેવા માટે મને પૈસાની ઑફર પણ આપી છે.’
બીજી તરફ શમી પોતાની પત્ની દ્વારા લગાવાયેલા આ નવા આરોપોને પાયાવિહોણા કહી ફગાવી દીધા. શમીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું એક નિકાહથી જ આટલી મુસિબતો સહન કરી રહ્યો છું, ત્યારે શું હું બીજીવાર નિકાહ કરીશ? હસીને મારા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે અને આ તેમાંથી જ એક છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -