ધોની અને પંતને લઈને મુખ્ય સિલેક્ટર્સ MSK પ્રસાદે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું....
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 શરૂ થવાને હવે માત્ર સાડા ત્રણ મહિના જેટલો સમય જ રહ્યો છે. એવામાં ભારીય ટીમના મુખ્ય સિલેક્ટર્સ એમએસકે પ્રસાદે વર્લ્ડ કપ ટીમમાં રિષભ પંતને સામેલ કરવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. પ્રસાદે કહ્યું કે, પંતના ફોર્મે સારો એવો માથાનો દુખાવો ઉભો કર્યો છે.
તેમણે કહ્યું કે, વર્લ્ડ કપમાં પંતને બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોવાળી ટીમ જાહેર કરવાની અંતિમ તારીખ ૨૩ એપ્રિલ છે અને તે પહેલાં ભારતીય પસંદગીકારો દરેક ખેલાડી પર નજર રાખી રહ્યા છે.
એમએસકે પ્રસાદે જણાવ્યું કે, ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પ્રભાવી પ્રદર્શન કર્યું હતું. તેણે બે સદી ફટકારી હતી. એમએસકે પ્રસાદે કહ્યું કે, ધોની ટીમને ફરી એક વખત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાની ક્ષમતા ધરાવે છે અને વર્લ્ડ કપને કારણે ટીમમાં તેની હાજરી જરૂરી છે. ધોની બાદ દિનેશ કાર્તિકે મિડલ ઓર્ડરમાં પોતાની જાતના સાબિત કર્યા બાદ છેલ્લા એક વર્ષમાં મળેલી તમામ તકમાં ઋષભ પંતે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા છે. પંત મોટા શોટ્સ રમી શકે છે પરંતુ તેને હજુ થોડી પરિપક્વતા દર્શાવવાની જરૂરત છે.