✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં બેટમાં લાગશે માઈક્રોચીપ્સ, જાણો શું થશે ફાયદો? ભારતના ક્યા બેટ્સમેનના બેટમાં હશે ચીપ્સ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jun 2017 12:21 PM (IST)
1

ડ્રોન કેમેરાના ઉપયોગથી વધુ ઉંડાઇથી પિચનું એનાલિસિસ કરવામાં આવશે. ફેન્સ એમ જાણી શકશે કે બોલર્સમાંથી કોણ સારી લયમાં બોલિંગ કરી રહ્યો છે.

2

આ ચિપ દ્વારા બેટ્સમેનનો ડેટા રેકોર્ડ કરવામાં આવશે. જેમાં બેટ્સમેનની પિચ મૂવમેન્ટ, તેના શોટ્સનો ડેટા રેકોર્ડ થશે. આ ચિપનું સિંગ્નલ ખાસ કેમેરા રેકોર્ડ કરશે. આ ડેટાથી ખબર પડશે કે બેટ્સમેને કેટલા બોલ ઓફ સાઇડમાં રમ્યા અને કેટલા બોલ લેગમાં રમ્યા અને કેટલા બોલ પર પ્રહાર કર્યો.

3

સુત્રો અનુસાર ભારતીય ટીમના રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને આર.અશ્વિનના બેટમાં આ ચિપ લગાવવામાં આવશે.

4

માઇક્રોચિપ લાગેલા બેટનો ઉપયોગ ઇંગ્લેન્ડના જેસન રોય, એલેક્સ હેલ્સ અને બેન સ્ટોક્સ યૂઝ કરતા જોવા મળશે. ઇન્ટેલ દ્વારા ડેવલપ કરવામાં આવેલ ચિપને બેટના હેન્ડલમાં લગાવવામાં આવશે.

5

બેટમાં લાગેલી માઇક્રોચિપ દ્વારા મેદાન પર પ્લેયર્સના રિએક્શન સમયને બતાવવામાં આવશે. દરેક ટીમના ત્રણ પ્લેયર્સના બેટમાં આ રીતની કોમ્પ્યુટરાઇઝ્ડ ચિપ લગાવવામાં આવશે. અત્યાર સુધી આ ચિપનો ઉપયોગ બેસબોલમાં કરવામાં આવતો હતો.

6

લંડનઃ ચેમ્પિયન ટ્રોફીની આજથી શરૂઆત થઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટ થોડી ખાસ હશે. ચેમ્પિયન ટ્રોફી એટલા માટે ખાસ હશે કારણ કે આ ટુર્નામેન્ટમાં એવું થવા જઈ રહ્યું છે જે આજસુધી ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય થયું નથી. આ વખતે ચેમ્પિયન ટ્રોફીની આ ટૂર્નામેન્ટ સ્માર્ટ થઈ જશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાઇ ટેકનોલોજીનો ઉપયોગ થશે. આઇસીસીની આ બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટમાં બેટ્સમેન પ્રથમ વખત માઇક્રોચિપ લાગેલા બેટનો ઉપયોગ કરશે. આ સીવાય પિચની નજર માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ચેમ્પિયન્સ ટ્રોફીમાં બેટમાં લાગશે માઈક્રોચીપ્સ, જાણો શું થશે ફાયદો? ભારતના ક્યા બેટ્સમેનના બેટમાં હશે ચીપ્સ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.