England vs Canada hockey Match: ઇંગ્લેન્ડના બર્મિઘમમાં રમાઇ રહેલી 22મી કૉમનવેલ્થ ગેમ્સમાં ગુરુવારે (4 ઓગસ્ટ) મેદાન પર એક વિચિત્ર ઘટના જોવા મળી, અહીં ચાલુ મેચ દરમિયાન બે ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી થઇ ગઇ હતી. બન્ને એકબીજાની ટી-શર્ટ અને ગરદન પકડીને મારામારી કરવા લાગ્યા હતા, જોકે, બાદમાં એમ્પાયરે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.
આ મેચ યજમાન ટીમ ઇંગ્લેન્ડ અને કેનેડાની વચ્ચે રમાઇ હતી, મેચમાં ઇંગ્લેન્ડે 11-2 ના અંતરથી જીત નોંધાવી. ગૃપમાં યજમાન બીજા અને ભારતીય ટીમ ટૉપ પર રહી. હવે સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડની મેચ ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. જ્યારે ભારતની મેચ સાઉથ આફ્રિકા કે પછી ન્યૂઝીલેન્ડ બેમાંથી કોઇ એક સાથે રમાશે.
આ રીતે થઇ ઝઘડાની શરૂઆત -
ખરેખરમાં, મેચમાં આ ઝઘડો હાફ ટાઇમનો બ્યૂગલ વાગ્યાની થોડીક મિનીટો પહેલા જ થયો. ત્યારે ઇંગ્લેન્ડ 4-1ની લીડ બનાવી હતી અને કેનેડા ટીમ ગૉલ માટે સતત આક્રમક વલણ અપવાવી રહ્યું હતુ. આ દરમિયાન કેનેડાના બલરાજ પનેસર અને ઇંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથની વચ્ચે બૉલ છીનવવા બાબતે બબાલ થઇ ગઇ.
પનેસરને રેડ અને ગ્રિફિથને યલો કાર્ડ -
આ દરમિયાન રમતી વખતે બલરાજે હૉકી સ્ટીક ગ્રિફિથના હાથ પર મારી, તો ફસાઇ ગઇ. આનાથી ગુસ્સે ભરાયેલા ઇંગ્લિશ પ્લેયરે પનેસરને ધક્કો મારી દીધો. બસ પછી મારામારી શરૂ થઇ હતી. બન્ને ખેલાડીઓ ઉગ્ર થઇ ગયા અને પનેસરે ગ્રિફિથની ગરદન પકડી લીધી હતી. ત્યારે હૉકીના મેદાનમાં જંગ જેવો માહોલ બની ગયો હતો. બન્ને ખેલાડીઓ એકબીજાની ટીશર્ટ પકડીને ધક્કા મારી રહ્યાં હતા.
આ ઘટના જોતા જ બન્ને ટીમના પ્લેયર અને મેચ રેફરી આવ્યા, રેફરીએ લડાઇની પહેલ કરવાના કારણે પનેસરને રેડ કાર્ડ બતાવીને મેદાનમાંથી બહાર કરી દીધો હતો. જ્યારે ગ્રિફિથને યલો કાર્ડ બતાવીને વૉર્નિંગ આપી હતી.
આ પણ વાંચો........
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............
Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ