Hockey World Cup 2023 Team India: હૉકી મેન્સ વર્લ્ડકપ 2023ની શરૂઆત શુક્રવારથી શથે, આની પહેલી મેચ આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ભુવનેશ્વરમાં રમાશે. વળી, ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ સ્પેન વિરુદ્ધ રાઉરકેલામાં રમશે. હૉકી વર્લ્ડકપમાં પહેલા દિવેસ કુલ ચાર મેચો રમાશે. હૉકી વર્લ્ડકપની ઠીક પહેલા ભારતીય હૉકી ટીમને નવી જર્સી મળી ગઇ છે. આની તસવીર મનપ્રીત સિંહે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે, આના પર ફેન્સ અનેક પ્રકારની કૉમેન્ટ્સનો વરસાદ કરી રહ્યાં છે.
ભારતીય હૉકી ખેલાડી મનપ્રીત સિંહે ટીમ ઇન્ડિયાની નવી જર્સીની સાથે તસવીર ટ્વીટ કરી છે, આમાં બે તસવીરો છે, એક તસવીરમાં તે હાર્દિક રાયની સાથે દેખાઇ રહ્યો છે, અને બીજી તસવીરમાં આખી ટીમ દેખાઇ રહી છે.
હૉકી વર્લ્ડકપ 2023માં ટીમ ઇન્ડિયા પૂલ ડીમાં છે અને તેની પહેલી મેચ સ્પેન વિરુદ્ધ છે. 13 જાન્યુઆરીએ રમાનારી આ પહેલી મેચ રોમાંચક બની શકે છે. આમાં બન્ને ટીમો એકબીજાને જબરદસ્ત ટક્કર આપી શકે છે.
જો બન્ને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો ભારતનુ પલડુ આમાં વધારે ભારે દેખાઇ રહ્યું છે. જો વનિંગ પર્સન્ટની વાત કરીએ તો ભારતે સ્પેનની વિરુદ્ધ 43.33 ટકા મેચો જીતી છે, જ્યારે સ્પેને 36.67 ટકા મેચમાં જીત હાંસલ કરી છે, વળી, 20 ટકા મેચો ડ્રૉ રહી છે.