આ ઈન્ટરનેશનલ ક્રિકેટરે માત્ર 21 વર્ષની ઉંમરે કર્યું અલવિદા, હવે ભણશે ને પછી શું બનશે ? જાણો વિગત
કાર્ટરે એમ પણ કહ્યું કે, હોંગકોંગમાં ક્રિકેટ સાથે સંકળાયેલા લોકો પણ આ રમતના વિકાસ પ્રત્યે ગંભીર નથી. અહીં ક્રિકેટ માટે ખૂબ ઓછી તકો છે. ક્રિકેટના વિકાસ માટે અહીં ફંડની પણ અછત છે. આ તમામ કારણોસર હું ક્રિકેટ છોડી રહ્યો છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુબઈઃ હોંગકોંગના યુવા વિકેટકિપર બેટ્સમેન ક્રિસ કાર્ટરે 21 વર્ષની યુવા વયે જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. કાર્ટર તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં હોંગકોંગની ટીમનો હિસ્સો હતો.
કાર્ટરે વર્ષ 2015માં હોંગકોંગ માટે ડેબ્યૂ કર્યું હતું. તે 11 વન ડે રમ્યો છે. જેમાં 114 રન બનાવ્યા છે અને સર્વોચ્ચ સ્કોર 43 રન છે. આ ઉપરાંત 10 T20 અને પાંચ ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચુક્યો છે.
કાર્ટરે કહ્યું કે, મારા સપના પૂરા કરવા માટે ભવિષ્યની યોજનાઓ પર કામ કરવાનો હવે સમય આવી ગયો છે. હું હંમેશાથી પાયલટ બનવા ઈચ્છતો હતો. આ કારણે હવે મારે ક્રિકેટમાંથી દૂર થવાનો સમય આવી ગયો છે.
કાર્ટરે ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછળ અભ્યાસનું કારણ જણાવ્યું છે. કાર્ટર ક્રિકેટથી દૂર થઈને અભ્યાસ પૂરો થાય તેમ ઈચ્છે છે. ક્રિકેટ ટીમમાં પસંદગી થવાના કારણે કાર્ટરે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -