પ્રથમ ટેસ્ટ પહેલા જ વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ફટકો, જાણો વિગત
આ કારણે રોચ પ્રેક્ટિસ મેચમાં રમ્યો નહતો. તે રાજકોટમાં શરુ થનારી પ્રથમ ટેસ્ટ અગાઉ ટીમની સાથે જોડાઈ જવાનો છે. જોકે વેસ્ટ ઈન્ડિઝના કોચ સ્ટુઅર્ટ લો એ સ્પષ્ટ કરી દીધું હતુ કે, રોચ ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં રમવાનો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોચની દાદીનું અવસાન થતાં તે સ્વદેશ પાછો ફર્યો છે અને હવે ગુરુવારથી શરૂ થઈ રહેલી સિરિઝની પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહિ. રોચની ગેરહાજરીમાં વેસ્ટ ઈન્ડિઝનો મદાર શેનન ગેબ્રિયલ પર રહેશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમની સાથે રોચ ભારત પ્રવાસે આવી પહોંચ્યો હતો. જોકે અહી આવ્યા બાદ તેને દાદીના અવસાનના સમચાર મળ્યા હતા, જેના કારણે તે અંતિમ ક્રિયામાં હાજરી આપવા માટે બાર્બાડોસ પાછો ફર્યો હતો.
રાજકોટઃ ગુરુવારથી રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જોકે ભારત સામેની ટેસ્ટ સિરિઝના પ્રારંભ અગાઉ જ વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો લાગ્યો છે. કેરેબિયન ફાસ્ટ બોલર કિમર રોચ અંગત કારણોસર રાજકોટમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાંથી ખસી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -