નવી દિલ્હીઃ આઈપીએલ ફાઈનલમાં સીએસકેને માત્ર એક રને હારનો સામનો કરવો પડ્યો પરંતુ ધોનીએ આ દરમિયાન એક એવા કેપ્ટન બની ગયા જે પોતાની ટીમને આઠમી વખત ફાઈનલ સુધી લઈને આવ્યા. સીએસકે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 3 વખત વિજેતા બની છે અને મુંબઈ ઇન્ડિયન્સ બાદ સૌથી સફળ ટીમ પણ છે. મેચ ખત્મ થયા બાદ ધોનીને જ્યારે પૂછામાં આવ્યું કે આઈપીએલને લઈને તેમનું શું માનવું છે, શું તે વાપસી કરશે કે નહીં? તેને લઈને ધોનીએ કહ્યું કે, ‘આસા છે કે હું વાપસી કરીશ’.



જણાવીએ કે, 12 મેના રોજ રમાયેલ ફાઈલનમાં મુંબઈએ સીએસકેને એક રને હરાવીને ચોખી વખત આઈપીએલ પોતાના નામે કરી છે. મુંબઈ સૌથી વધુ વખત આઈપીએલ જીતનારી ટીમ બની ગઈ છે. ધોનીએ કહ્યું કે, તેની ટીમે સારું પ્રદર્શન કર્યું. ‘અમારી ટીમ માટે આ સીઝન ખૂબ જ સારી રહી. પરંતુ અમારે પાછળ વળીને જોવું પડશે કે અમે ફાઈનલ સુધી કેવી રીતે પહોંચ્યા. આ મારા માટે એક શાનદાર વર્ષ હતું.’

વર્લ્ડ કપને લઈને ધોનીએ કહ્યું કે, અમારે વર્લ્ડ કપમાં જતા પહેલા વચ્ચેના ગેપને ભરવો પડશે. બોલરો વિરૂદ્ધ બોલવા માટે કંઈ નથી પરંતુ એ બેટ્સમેન હશે જેને આગળ આવવું પડશે.