પોતાનું નામ પસંદ થતાં એકવાર તો વિલિયમસન પોતે પણ વિશ્વાસ ન કરી શક્યો. તેણે 10 મેચમાં 82.57ની સરેરાશથી 578 રન કર્યા હતા. તેણે બે સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાના મામલામાં ચોથા નંબરે રહ્યો.
વિલિયમસનના નામની જાહેરાત જ્યારે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે થઈ ત્યારે જણાવવામાં આવ્યું કે તેણે 578 રન કરવા ઉપરાંત ખૂબ જ સારી કેપ્ટન્સી કરી. તેના કારણે જ ટીમ ફાઇનલ સુધી પહોંચી. વિલિયમસન વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં બે વાર મેન ઓફ ધ મેચ પણ બન્યો. તેને આઈસીસીના સ્વતંત્ર પેનલે આ ટાઇટલ માટે પસંદ કર્યો.
ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટની અનેક મેચોમાં વિલિયમસનની કેપ્ટન્સીએ વિરોધી ટીમોને પછાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી. એવામાં રોહિત પર વિલિયમસન ભારે પડી ગયો.