IND vs PAK Football: ભારત અને પાકિસ્તાનની ટીમો રમતના મેદાનમાં સામસામે હોય અને કોઈ વિવાદ ન થાય એવું ન જ બની શકે. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચે બોલાચાલીની અસંખ્ય ઘટનાઓ સામે આવી ચૂકી છે, હવે બુધવારે બેંગલુરુમાં બંને ટીમો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વખતે બંને ટીમના ખેલાડીઓ ફૂટબોલ મેદાનમાં સામસામે આવી ગયા અને સ્થિતિ એવી બની ગઈ કે રેફરી વચ્ચે મધ્યસ્તા કરવી પડી. પરંતુ અંતે, તે વિવાદને વેગ આપનાર ભારતીય કોચ ઇગોર સ્ટિમેક પર એક્શન લેવામાં આવી અને રેફરીએ તેને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર કાઢી મૂક્યા. આ ઘટનાનો એક વીડિયો ફૂટબોલ ફેન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.


 






ભારત દ્વારા આયોજિત SAFF ચેમ્પિયનશિપ ફૂટબોલમાં બુધવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રી કાંતિવીરા સ્ટેડિયમ બેંગ્લોરમાં મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. મેચના પહેલા હાફમાં કેપ્ટન સુનીલ છેત્રીએ બે ગોલ કરીને ભારતને 2-0ની લીડ અપાવી હતી. પરંતુ આ દરમિયાન ભારતીય કોચે ઉત્સાહમાં એવું પગલું ભર્યું કે, જેના પછી બંને ટીમના ખેલાડીઓ આમને-સામને આવી ગયા.


 






પહેલા હાફના અંત પહેલા, પાકિસ્તાનની 8 નંબરની જર્સી પહેરેલા ખેલાડીને સાઇડ લાઇન પર ભારતીય કોચ ઇગોર સ્ટિમેક દ્વારા થ્રો લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેણે હાથ મારીને બોલ નીચે ફેંકી દીધો, જે બાદ પાકિસ્તાની ખેલાડીઓ સામસામે આવી ગયા. ભારતીય કોચ અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે રેફરી આવી ગયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ બંને ટીમના ખેલાડીઓ ભેગા થઈ ગયા. અંતે રેફરીએ ભારતીય કોચને રેડ કાર્ડ બતાવીને તેને મેચમાંથી બહાર કરી દીધા હતા.


ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત


ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશિપમાં જીત સાથે શરૂઆત કરી છે. તેઓએ બુધવારે (21 જૂન) બેંગ્લોરના શ્રીકાંતિરાવા સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. ભારત માટે આ મેચનો હીરો કેપ્ટન સુનીલ છેત્રી રહ્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાન સામે ગોલનો વરસાદ કરી દીધો હતો. છેત્રીએ હેટ્રિક ફટકારી હતી. તેના સિવાય ઉદંતા સિંહે એક ગોલ કર્યો હતો.