Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આ ભારતીય ક્રિકેટરે ખેલાડીઓને માં-બહેનની ગાળ આપવા પર લગાવ્યો હતો પ્રતિબંધ!
નવી દિલ્હીઃ ક્રકેટ જગતમાં કેપ્ટન કુલના નામથી જાણીતા ધોની મેદાન પર પોતાના નિર્ણયથી હંમશા વિરોધી ટીમને ચોંકાવી દેતા હતા. મેદાનમાં વાતાવરણ કેટલું પણ તનાવપૂર્ણ કેમ ન હોય ધોની ક્યારેય અસહજ થતા ન હતા અને હંમેશા શાંત રહે છે. ધોની પોતાના ઉપરાંત ટીમના ખેલાડીઓને પણ સંયમિત રાખ્યા. ભરત સુંદરેશનના પુસ્તક ધ ધોની ટચમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાનના હવાલાથી જણાવ્યું છે કે, ધોનીએ તેના તમામ ખેલાડીઓને મા-બહેનની ગાળ આપવાની મનાઈ ફરમાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2008નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ધોનીની કેપ્ટનશીપ હેઠળનો પહેલો વિદેશ પ્રવાસ હતો. ઓસ્ટ્રેલિયા ટીમ પોતાની આક્રમકતા માટે ઓળખાય છે અને મેદાનમાં સ્લેજિંગ માટે પણ પ્રખ્યાત છે, પરંતુ ધોનીએ પોતાના ખેલાડીઓને કોઈ પણ વિરોધ પર પોતાની જાત પર સંયમ રાખવાનું કહ્યું હતું.
ધોનીના એક નજીકના મિત્રએ પુસ્તકમાં કહ્યું છે કે, ધોની પોતાની સ્ટાઈલમાં ગોળી મારે છે. ધોનીનું માનવું હતું કે, જો તે પોતાના ખેલાડીઓને મા-બહેનની ગાળો આપવાની છૂટ આપે તો તેમની રમત નહી, પરંતુ તેમની વાતો વિરોધીઓને પરેશાન કરતી. ધોની ક્યારે પણ આક્રમકતા દેખાડવામાં વિશ્વાસ નથી કરતો. ધોનીનું કહેવું હતું કે, જો તમે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પરેશાન કરવા માંગતા હોવ તો પોતાની સ્ટાઈલથી કરો, ના ઓસ્ટ્રેલિયન અંદાજથી.
2008માં ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડીયાએ ઓસ્ટ્રેલિયા પાસેથી વીબી સિરીઝ જીતી હતી. બીજી ફાઈનલમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 160 રન પર સમેટાઈ ગઈ તો માહીએ પોતાના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાની હાર પર જબરદસ્ત જશ્ન મનાવવાનું કહ્યું હતું.
ધોનીની આ રણનીતિએ ઓસ્ટ્રેલિયાની ટીમને વીબી સિરીઝ બાદ આશ્ચર્યમાં મુકી દીધી હતી. એક ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે તેમની ટીમ વીબી સિરીઝ હારી હતી, તો ઓસ્ટ્રેલિયાને આ હાર પચી ન હતી. ભારતીય ટીમનના હાથે હારથી તેમની ટીમ હચમચી ગઈ હતી.આગળ પણ હરાવીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -