ઓસ્ટ્રેલિયાના કેપ્ટને મુરલી વિજયને કહ્યું, ‘હું જાણું છું કે વ્યક્તિ તરીકે તું વિરાટ કોહલીને પસંદ નથી કરતો’
વિજયે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી અને આ પ્રકારની રમત માટે જાણીતી ઓસ્ટ્રેલિયન ટીમ પણ વિજયને તેમની જાળમાં ફસાવવામાં સફળ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લક્ષ્યાંક હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 13 રનમાં જ લોકેશ રાહુલ (0), ચેતેશ્વર પૂજારા (4)ની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ કોહલી અને વિજય 42 રનની ભાગીદારી કરી ચુક્યા હતા ત્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સ્લેજિંગ કરીને કોહલી પર દબાણ વધાર્યું. જેના કારણે 17 રન બનાવી કોહલી લાયનની ઓવરમાં આઉટ થયો હતો. વિરાટ કોહલી આઉટ થયા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ અને કેપ્ટન ટિમ પેન અટક્યા હતા.
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા બીજી પર્થ ટેસ્ટનો ચોથો દિવસના અંતે ભારતે 5 વિકેટ ગુમાવીને 112 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે હજુ 175 રનની જરૂર છે. દિવસના અંતે હનુમા વિહારી (24) અને રીષભ પંત (9) ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા ભારતને 287 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
રહાણે જ્યારે બેટિંગ માટે ઉતર્યો ત્યારે લાયને તેને ઉશ્કેરવા માટે કંઈક કહ્યું. જે બાદ ટિમ પેને વિકેટ પાછળ મુરલી વિજયને જે કંઈ કહ્યું તે સ્ટમ્પ માઇકમાં કેદ થઈ ગયું હતું. ટિમ પેને વિજયનું ધ્યાન ભંગ કરવા કહ્યું કે, હું જાણું છું કે તે (વિરાટ કોહલી) તારો કેપ્ટન છે પરંતુ વ્યક્તિ તરીકે તું તેને પસંદ કરતો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -