કોહલીના ‘કિંગડમ’નો અનમોલ રત્ન છે પૂજારા, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીનું નિવેદન, જાણો વિગત
ચેપલે એક ક્રિકેટ વેબસાઇટ પર લેખમાં લખ્યું છે કે, પૂજારાએ એકલા જ ઓસ્ટ્રેલિયાના બોલરોને થકાવી દીધા. જેના કારણે અન્ય બેટ્સમેનો આક્રમક થઈને રમ્યા. કોહલી ભારતીય ક્રિકેટનો બાદશાહ હશે પરંતુ પૂજારાએ સાબિત કર્યું છે કે તેના સામ્રાજ્યનો વફાદાર સહયોગી અને અનમોલ રત્ન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેપલે એમ પણ લખ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું ધ્યાન વિરાટ કોહલી પર હતું પરંતુ પૂજારાએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ભારતને ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત સીરિઝ જીતાડવા ઉપરાંત ટોચના બોલિંગ આક્રમણને પૂરી રીતે હતાશ કરી દીધું. સીરિઝ શરૂ થતાં પહેલા ઘરેલુ ટીમનું ધ્યાન કોહલીને આઉટ કરવા પર હતું, જેણે પૂજારાનું કામ સરળ કરી દીધું.
સિડનીઃ ભાગ્યે જ કોઈ ક્રિકેટરની પ્રશંસા કરતાં ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ઈયાન ચેપલે વર્તમાન ટેસ્ટ સીરિઝમાં રનનો ઢગલો કરનારા ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને વિરાટ કોહલીના સામ્રાજ્યનો સૌથી અનમોલ રત્ન ગણાવ્યો છે. પૂજારાએ વર્તમાન સીરિઝમાં ત્રણ સેન્ચુરી ફટકારીને ભારતની શ્રેણી જીત નક્કી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -