મહિલા ટી-20 વર્લ્ડકપ 2020નો કાર્યક્રમ જાહેર, ટીમ ઇન્ડિયા કોની સામે ક્યારે રમશે પ્રથમ મેચ, જાણો સંપૂર્ણ શિડ્યૂલ
ભારતીય મહિલા ટીમની પ્રથમ મૅચ ઑસ્ટ્રેલિયા સામે 21 ફ્રેબ્રુઆરી સિડનીમાં રમાશે. બીજી મૅચ ક્વોલિફાયર-1 સામે, 24 ફ્રેબ્રુઆરી (પર્થ), ત્રીજી મૅચ ન્યૂ ઝિલૅન્ડ સામે, 27 ફ્રેબ્રુઆરી(મૅલબર્નમાં), ચોથી મૅચ ઑસ્ટ્રેલિયા સામે, 29 ફ્રેબ્રુઆરી (મૅલબર્ન), પ્રથમ સેમી ફાઇનલ 5 માર્ચ (સિડની), બીજી સેમી ફાઇનલ 5 માર્ચ (સિડની)માં રમાશે. જ્યારે વિશ્વકપનો ફાઇનલ મુકાબલો 8 માર્ચે મૅલબર્ન ખાતે રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2020માં ઑસ્ટ્રેલિયામાં રમાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. મહિલા ટી-20 વિશ્વ કપ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે. મહિલા ટી-20 વર્લ્ડ કપ 2020માં દસ ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઇન્ડિયાનો પ્રથમ મુકાબલો ઑસ્ટ્રેલિયા સામે 21 ફ્રેબ્રુઆરી સિડનીમાં રમાશે. આ ટૂર્નામેન્ટ સિડની, કેનબરા, પર્થ અને મેલબર્નમાં રમાશે.
નોંધનીય છે કે પહેલી વખત મહિલા અને પુરુષ ટી-20 વર્લ્ડ કપ એક જ વષે એક જ દેશમાં યોજાઇ રહ્યો છે અને બન્નેની ફાઇનલ મૅચ ઐતિહાસિક મૅલબર્ન ગ્રાઉન્ડ પર યોજાશે. પુરુષ ટી-20 વર્લ્ડ કપની મૅચ ઓક્ટોબર 18 થી 15 નવેમ્બર દરમિયાન રમાશે. ભારતની પ્રથમ મેચ ઓક્ટોબર 24 દક્ષિણ આફ્રિકા સામે પર્થમાં રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -