ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડમાં રચ્યો ઇતિહાસ, 2-0થી જીતી 3 મેચોની વનડે સીરીઝ
ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન એમી સેટર્થવેઇટે સર્વાધિક 71 રન (87) બનાવ્યા હતા. ભારત તરફથી ઝૂલન ગોસ્વામીએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે એકતા બિષ્ટ, દિપ્તી યાદવ, પૂનમ યાદવને 2-2 વિકેટ મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે આઇસીસી ચેમ્પિયનશિપ અંતર્ગત રમાયેલી આ મેચમાં 35.2 ઓવરમાં બે વિકેટના નુકશાને 166 રન બનાવીને સીરીઝ પોતાના નામે કરી લીધી હતી.
ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરતાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 44.2 ઓવરમાં 161 રનના સ્કૉર પર ઓલઆઉટ કરી દીધુ હતું. ત્યારબાદ ‘પ્લેયર ઓફ ધ મેચ’ મંધાના (90 અણનમ) અને કેપ્ટન મિતાલી રાજ (63 અણનમ) ત્રીજી વિકેટે 151 રનની જબરદસ્ત ઇનિંગ રમીને ટીમ જીત અપાવી હતી. મંધાનાનું છેલ્લી 10 વનડેમાં આ 8મું અર્ધશતક છે.
નવી દિલ્હીઃ બૉલરોના તરખાટ બાદ ઓપનર સ્મૃતિ મંધાનાની શાનદાર બેટિંગના સહારે ભારતીય મહિલા ટીમે બીજી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટ માત આપી છે, આ સાથે જ ભારતે ન્યૂઝીલેન્ડમાં 3 મેચોની સીરીઝને 2-1થી જીતી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -