દુબઈઃ ICCએ બુધવારે UAEમાં રહેતા કોચ ઈરફાન અંસારીને 10 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. અંસારીને 2017માં પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદ સાથે ભ્રષ્ટ સંપર્ક કરવાના દોષી ઠેરવવામાં આવ્યા છે. આઈસીસીએ નિવેદનમાં કહ્યુ કે ICCની ભ્રષ્ટાચાર વિરોધી પંચે અંસારીને દુબઈમાં સુનાવણી દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ત્રણ નિયમોના ઉલ્લંઘનના દોષી ઠેરવ્યો હતો. જે બાદ તેમની પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા અને યુએઈના ઘરેલૂ ક્રિકેટમાં ભાગ લેનાર બે ટીમોના કોચ હોવાના કારણે અંસારી ICCની સંહિતા સાથે બંધાયેલા છે.  ICCના એસીયુ જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યુ, હું સરફરાઝ અહેમદને અભિનંદન આપવા માગુ છુ. જેમણે આ જાણકારી આપીને અસલી નેતૃત્વ ક્ષમતા જણાવી છે. અંસારીએ ઓક્ટોબર 2017માં યુએઈમાં શ્રીલંકા વિરુદ્ધ સીરીઝ દરમિયાન સરફરાઝ સાથે સંપર્ક કર્યો હતો. તેમનો ઈરાદો સરફરાઝ સાથે જાણકારીઓ કઢાવીને તેને ભ્રષ્ટ ગતિવિધિઓમાં સામેલ કરવાનો હતો. સરફરાઝે તરત જ આની ફરિયાદ કરી જે બાદ આઈસીસી એસીયુએ તપાસ શરૂ કરી. સૂત્રો અનુસાર અંસારીએ 30 વર્ષ સુધી શારજાહ ક્રિકેટ પરિષદની સાથે કામ કર્યુ અને તે શારજાહ ક્રિકેટ ક્લબના મુખ્ય કોચ હતા.