✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિઝા ના આવ્યા હોવાથી ભારતનો સ્ટાર ક્રિકેટર ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈંગ્લેન્ડ ના જઈ શક્યો? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 May 2017 01:10 PM (IST)
વિઝા ના આવ્યા હોવાથી ભારતનો સ્ટાર ક્રિકેટર ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈંગ્લેન્ડ ના જઈ શક્યો? જાણો વિગત
1

બોર્ડે જણાવ્યું છે કે, અમે ઇંગ્લેન્ડમાં ભારતીય હાઇ કમિશનર સાથે વાત કરી લીધી છે અને રોહિત શર્મા તથા કેદાર જાધવ બંને રવિવારે રમાનારી પહેલી પ્રેકિટસ મેચ વખતે ઉપલબ્ધ હશે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પોતાનો ખિતાબ જાળવવા માટે ઉતરશે.

2

આ ઇ-મેઇલમાં લખ્યું હતું કે 'રોહિતના ઘરમાં લગ્ન હોવાની જાણકારી તેણે અમને ઘણા સમય પહેલા જ આપી દીધી હતી તેથી તે બુધવારે રવાના થશે. બીજી તરફ કેદાર જાધવના વિઝા હજી ઇંગ્લેન્ડથી આવ્યા ન હોવાથી કેદાર જાધવ પણ ટીમ સાથે રવાના નહોતો થયો.

3

કેદાર જાધવ ઈંગ્લેન્ડ નથી ગયો તે માટે તેની વિઝાની પ્રક્રિયા જવાબદાર છે. કેદાર જાધવના વીઝા હજી સુધી આવ્યા નથી તેથી તે ઈંગ્લેન્ડ નથી જઈ શક્યો. ક્રિકેટ બોર્ડે એક ઇ-મેઇલ કરીને ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજકોને આ બંને ખેલાડીઓના મોડા ઇંગ્લેન્ડ પહોંચશે તેવી માહિતી આપી દીધી હતી.

4

રોહિત શર્મા અને કેદાર જાધવ ઈંગ્લેન્ડ નથી જઈ શક્યા તે માટે અલગ અલગ કારણો છે. રોહિતના ભાઇનાં લગ્ન હોવાથી તે ઈંગ્લેન્ડ નથી ગયો. રોહિત શર્માએ તેના ઘરમા પ્રસંગ હોવાની માહિતી પહેલાંથી ક્રિકેટ બોર્ડને આપી દીધી હતી. ક્રિકેટ બોર્ડે પણ આ વિનંતીને માન્ય રાખીને તેને પછીથી જવાની મંજૂરી આપી હતી.

5

મુંબઈઃ પહેલી જૂનથી ઇંગ્લેન્ડમાં વન ડે ક્રિકેટનો મિનિ વર્લ્ડકપ મનાતી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફીની ચેમ્પિયન ભારતીય ટીમ ગઇ કાલે ઇંગ્લેન્ડ પહોંચી ગઇ હતી પણ ટીમના બે ખેલાડીઓ રોહિત શર્મા અને કેદાર જાધવ ટીમ સાથે નથી ગયા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિઝા ના આવ્યા હોવાથી ભારતનો સ્ટાર ક્રિકેટર ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈંગ્લેન્ડ ના જઈ શક્યો? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.