ચેમ્પિયન્સ ટ્રોફીઃ શ્રીલંકા સામે ભારતનો કારમો પરાજય, શિખર ધવનની સદી પર પાણી ફર્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો બીજો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. અગાઉ તેણે 2013માં સાઉથ આફ્રિકા સામે સાત વિકેટે 331 રનનો સ્કોર ખડક્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ચોથી વખત 300 પ્લસ સ્કોર નોંધાવ્યો છે અને અન્ય ટીમો કરતાં વધારે છે. ટૂર્નામેન્ટમાં ઓવરઓલ કુલ 16 વખત 300 પ્લસ સ્કોર નોંધાયો છે. જેમાં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાએ 3-3 વખત, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાએ 2-2 વખત તથા પાકિસ્તાન અને બાંગ્લાદેશે 1-1 વખત આ સિદ્ધિ મેળવી હતી. મેચની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...
શિખર ધવને આક્રમક રમત રમતા 125 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 15 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં શિખર ધવને ત્રીજી સદી ફટકારી હતી.
ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 125 રન જ્યારે રોહિત શર્માએ 78 અને ધોનીએ 63 રન બનાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવરોમાં કેદાર જાધવે 13 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા.
શ્રીલંકાએ ભારતને 7 વિકેટે હરાવી સેમિ ફાઇનલમાં પહોચવાની પોતાની આશા જીવંત રાખી છે. શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસ અને દાનુષ્કાની બીજી વિકેટ માટેની 159 રનની ભાગીદારી ભારતને ભારે પડી હતી. કુશલ મેન્ડિસે 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે દાનુષ્કાએ 76 રન બનાવ્યા હતા. તેને આ દરમિયાન 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં શ્રીલંકાએ ઉલટફેર કરતા ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 321 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 48.4 ઓવરમાં 322 રન બનાવી મેચને જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસે 89, દાનુષ્કાએ 76, મેથ્યૂઝે 52* રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને 125 રન બનાવ્યા હતા. આ જીત સાથે જ શ્રીલંકાએ સેમિ ફાઇનલમાં પહોચવાની આશા જીવંત રાખી છે. હવે 11 જૂને ભારતે દક્ષિણ આફ્રિકા સામે જ્યારે શ્રીલંકાએ 12 જૂને પાકિસ્તાન સામે ટકરાવવાનું છે. આ બન્નેમાંથી જે ટીમ મેચ જીતશે તે સેમિ ફાઇનલમાં પહોચશે.
નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાનનને ગુરુવારે મોટો ઝાટકો લાગ્યો. વિરાટ કોહલી બ્રિગેડે શ્રીલંકા સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. આ હારની સાથે જ ટીમની સેમીફાઈનલમાં પ્રવેશની આશા હવે રવિવારના દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ થનારા મેચ પર આધાર રાખશે. ભારતના ગ્રુપ બીમાં હાલમાં ખૂબ જ રોમાંચક સ્થિતિ છે અને ચારેય ટીમ ભારત, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને શ્રીલંકા એક એક મેચ જીતી ચૂક્યા છે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ રવિવારના મેચમાં કોઈપણ સ્થિતિમાં જીતવું જ પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -