દિલ્લી ભાજપની યુવા નેતાને વડોદરાના ભાજપના જ કાર્યકરે અશ્લીલ મેસેજીઝ મોકલી કઈ રીતે કરી પરેશાન ? જાણીને ચોંકી જશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી પોલીસ સમક્ષ તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે મિહિરની સામે ઇપીકો કલમ 354 મુજબ ગુનો દાખલ કર્. હતો અને યુવકની ધરપકડ કરી દિલ્હી લઇ ગઇ હતી. જોકે, વડોદરા પોલીસે આ મામલે કોઇ જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો.
શરૂઆતમાં નૂપૂરે મિહિરની ધમકીને નજરઅંદાજ કરી હતી પરંતુ મિહિરે નૂપૂર વિશે તેના પરિવાર અને એડ્રેસની તમામ વિગતો એકઠી કરી નૂપૂરના ઘર સુધી પહોંચી ગયો હતો. ભાજપના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આખરે નૂપૂરે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.
ત્રણેક વર્ષથી નૂપૂર શર્માને ફેસબુક,ટ્વીટર તેમજ એસએમએસ દ્વારા બિભત્સ અને ધમકીભર્યા મેસેજો મળતા હતા. નૂપૂર અનેક ટીવીની ડિબેટમાં ભાગ લેતી હોય ત્યારે પણ તેને પજવણી કરતા મેસેજ મળતા રહેતા હતા. નૂપૂરે તપાસ કરતા મેસેજ મોકલનાર વડોદરાનો માથાફરેલ યુવક હોવાનુ જાણવા મળ્યું હતું.
નૂપૂર દિલ્હી યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૦૮-0૯ દરમિયાન એબીવીપીમાંથી વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાઇ હતી. ત્યારબાદ દિલ્હી ભાજપના પ્રવક્તા તરીકે તેની વરણી કરવામાં આવી હતી. બે વર્ષ અગાઉ જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની સામે ભાજપની ટિકિટ પર નૂપૂર શર્મા ચૂંટણી લડી હતી.
મળતી વિગતો અનુસાર, વડોદરામાં રહેતા ભાજપના કાર્યક્રર મિહિર પટેલ નૂપૂર શર્માની પાછળ પડી ગયો હતો અને તે વારંવાર મેસેજ અને ઇમેઇલ કરીને નૂપૂરને હેરાન કરતો હતો જેને પગલે નૂપૂરે પોલીસ ફરિયાદ નોંધાવતા દિલ્હી પોલીસે મિહિરની ધરપકડ કરી હતી. જોકે, વડોદરા ભાજપના આગેવાનોએ મિહિર ભાજપનો કાર્યકર હોવાની વાતનો ઇનકાર કરી હાથ ખંખેરી નાખ્યા હતા.
વડોદરાઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડનારી ભાજપની પ્રવક્તા અને યુવા નેતા નૂપૂર શર્માને મેસેજ મોકલી ધમકી આપતા વડોદરાના ભાજપના કાર્યકર યુવકની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -