ફાઈનલમાં ભારત-પાકિસ્તાનની ટક્કર માટે લંકા-પાકિસ્તાન મેચ કરાઈ ફિક્સ? આ શંકા દૃઢ બને તેવા આ રહ્યા પુરાવા
મલિંગાની પહેલી ઓવરમાં પણ અઝહર અલીનો આસાન કેચ છોડી દેવાયો હતો. શ્રીલંકાનો શ્રેષ્ઠ ફિલ્ડર મનાતો ગુણતિલક પોઈન્ટ પર અઝહરનો કેચ નહોતો પકડી શક્યો. આમ મલિંગાની બોલિંગમાં જ ત્રણ કેચ છોડી દેવાયા હતા. તેના કારણે શ્રીલંકાના ક્રિકેટરોએ બુકીઓના ઈશારે જાણી જોઈને હારી ગયા તેવી ચર્ચા થાય એ સ્વાભાવિક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલિંગાની એ જ ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 36 રનની જરૂર હતી ત્યારે લંકાનો વિકેટકીપર હાથમાં આવેલા સ્લો બોલને રોકી ના શકતાં બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો ને પાકિસ્તાનને બાયના 4 રન મળી ગયા હતા. આ સિવાય બે વાર શ્રીલંકાના ફિલ્ડરોએ ખરાબ થ્રો કરીને પાકિસ્તાનને પાંચ-પાંચ રન આપી દીધા હતા.
મલિંગાએ એ પછી હતાશ થયા વિના શાનદાર બોલિંગ ચાલુ રાખી અને એ પછીની ઓવરમાં ફરી સરફરાઝને શોર્ટ બોલમાં હૂક શોટ રમવાની ફરજ પાડી હતી. એ વખતે શીક્કુગે પ્રસન્નાએ ફાઈન લેગ પર બહુ આસાન કેચ છોડી દીધો હતો. તેના હાથમાં આવેલો કેચ છૂટી ગયો હતો. એ વખતે પાકિસ્તાનને જીત માટે 39 રનની જરૂર હતી.
મલિંગાની બોલિંગમાં સરફરાઝનો પહેલો કેચ થિસારા પરેરાએ છોડ્યો ત્યારે પાકિસ્તાનને જીતવા માટે પાકિસ્તાનને જીતવા માટે 43 રનની જરૂર હતી. એ વખતે સરફરાઝ આઉટ થયો હોત તો મલિંગાએ બાકીના બે પૂંછડિયાને આસાનીથી આઉટ કરીને શ્રીલંકાને સરળતાથી જીતાડી દીધું હોત પણ આ કેચ ભારે પડ્યો.
સરફરાઝ-આમીરની ભાગીદારી દરમિયાન શ્રીલંકન્સે ખરાબ ફિલ્ડિંગ કરીને પાકિસ્તાનને જીતવા દેવા રમતા હોય તેવો દેખાવ કર્યો હતો. લસિથ મલિંગાની બોલિંગમાં કેપ્ટન્સ ઈનિંગ્સ રમનારા સરફરાઝ અહમદના બે સરળ કેચ છોડી દેવાયા હતા ને તેના કારણે પાકિસ્તાન જીતી ગયું. આ ઉપરાંત ખરાબ ફિલ્ડિંગના કારણે ઘણા રન આપી દીધા.
આ આક્ષેપોમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે પણ શ્રીલંકાએ જે રીતે પાકિસ્તાન ફરતે ભીંસ વધાર્યા પછી ઢીલું મૂકી દીધું તેના કારણે આ શંકા સાચી લાગે છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ અને પૂંછડિયા ખેલાડી મોહમ્મદ આમીરે 75 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને યાદગાર જીત અપાવી પણ આ જીત શંકા ઉપજાવનારી છે.
લંડનઃ ચેમ્પિયન્સ ટ્રોફીની સોમવારે રમાયેલી મેચમાં શ્રીલંકાએ જીતની બાજી હાથમાંથી જવા દઈને પાકિસ્તાનને જીતવા દીધું તેના કારણે આ મેચ ફિક્સ થઈ હોવાની ચર્ચા જાગી છે. ફાઈનલમાં ભારત-પાકિસ્તાન ટકરાય તો જોરદાર ટેમ્પો જામે ને જાહેરખબરોની અઢળક કમાણી થાય તે માટે આ ખેલ ખેલાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -