નવી દિલ્હીઃ વિરાટ કોહલી ટૂંકમાં જ પોતાની સફેદ રંગની જર્સી પર 18 નંબર પહેરેલ જોવા મળશે, કારણ કે આઈસીસીએ ટેસ્ટ રમનારા દેશોના ખેલાડીઓને નામ અને નંબરવાળી જર્સીની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય લાંબા ફોર્મેન્ટની રમતને વધારે લોકપ્રિય બનાવવા માટે લેવામાં આવી રહ્યો છે. ઇંગ્લિશ કાઉન્ટી ટીમો અને ઓસ્ટ્રેલિયાની રાજ્યની ટીમો શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટમાં નામ અને નંબરવાળી જર્સી પહેરીને રમે છે, પરંતુ ભારતીય ટીમ માટે આ નવો અનુભવ હશે જે વર્લ્ડ ચેમ્પિયનશિપની બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ નંબરવાળી સફેટ શર્ટ પહેરીને રમશે. નોંધનયી છે કે, ટેસ્ટ ક્રિકેટનાં 142 વર્ષનાં ઇતિહાસમાં આ મોટો બદલાવ જોવા મળશે.




ICCની જીએમ મેનેજર ક્લેયર ફર્લોંગે કહ્યું કે, “આ 1 ઑગષ્ટથી વિશ્વ ચેમ્પિયનશિપની સાથે લાગુ થશે.” ઉલ્લેખનીય છે કે 1877માં ટેસ્ટ ક્રિકેટની શરૂઆત ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની મેચથી શરૂ થઇ.



ICCએ હવે પ્રશંસકોને ટેસ્ટ ક્રિકેટ તરફ વધારેને વધારે આકર્ષિત કરવા માટે ક્રિકેટનાં લાંબા ફૉર્મેટમાં ખેલાડીઓને નામ અને જર્સી નંબર સાથે રમવાની અનુમતિ આપી છે. ICCનાં અધ્યક્ષ સશાંક મનોહરે હાલમાં કહ્યું હતુ કે ટેસ્ટ ક્રિકેટ ખતમ થઇ રહ્યું છે.