50 ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફી હવે ખત્મ, તેના બદલે હવે રમાશે આ ટૂર્નામેન્ટ, જાણો વિગતે
ડેવ રિચર્ડસનની જાહેરાત બાદ બીસીસીઆઈના પ્રતિનિધિ અમિતાભ ચૌધરીએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. શરૂમાં બીસીસીઆઈએ તેનો વિરોધ કર્યો હતો. એટલે કે સતત બે વર્ષ સુધી આઈસીસી વર્લ્ડ-20 ટૂર્નામેન્ટનું આયોજન થશે. ઓસ્ટ્રોલિયા 2020માં ટી20ની મેજબાની કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકાતાઃ આઈસીસીએ ગુરુવારે 2021માં ભારતમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને વર્લ્ડ ટી20માં ફેરવવાનો નિર્ણય કર્યો છે અને આખરે અંતિમ આઠ ટીમો વચ્ચે થનારી ચેમ્પિયન્સ ટ્રોફીને ખત્મ કરવામાં આવી છે, જેની પ્રાસંગિકતા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. આઈસીસી બોર્ડની 5 દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ આઈસીસી મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું કે, વૈશ્વિક સંસ્થાઓ સર્વ સમહતીથી 2021માં ભારતમાં હવે 16 ટીમોની વચ્ચે ટી-20 ટૂર્નામેન્ટ કરવાનું નક્કી કર્યું છે.
બીજી બાજુ 2019 અને 2023માં વર્લ્ડકપ થશે અને આ રીતે ચેમ્પિયન્સ ટ્રોફીને હટાવી લેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ઘણાં ટીકાકારો અપ્રાસંગિક ગણાવી રહ્યા હતા, કારણ કે દર ચાર વર્ષે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવતું હતું. રિચર્ડસને કહ્યું, બીસીસીઆઈ પ્રતિનિધિએ બોર્ડની બેઠકમાં ભાગ લીધો અને તેના પર સર્વ સહમતીથી નિર્ણય કરવામાં આવ્યો છે.
રિચર્ડસને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતમાં 2021માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને બદલીને હવે વિશ્વ ટી20 કરવામાં આવી છે. આ ક્રિકેટને આગળ વધારવાની યોજનામાં ફીટ બેસે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -