✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ‘ખાસ’ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો આ ખેલાડી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Apr 2018 12:23 PM (IST)
1

તેના જવાબમાં કિંગ્સ ઈલેવની ઇનિંગ 19.2 ઓવરમાં 119 રનમાં આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. રાશિદ ખાને 19 રનમાં 3 વિકેટ લીધી હતી. સંદીપ શર્મા, બંસીલ થંપી અને શાકિબ અલ હસને 2-2 વિકેટ લીધી હતી.

2

અંકિત રાજપૂતની આ શાનદાર બોલિંગ હોવા છતાં કિંગ્સ ઈલેવન પંજાબને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અંકિત રાજપૂતની આ શાનદાર બોલિંગ સામે યજમાન હૈદરાબાદ 6 વિકેટે 132 રન બનાવી શક્યું હતું.

3

અંકિતે આ દરમિયાન એક ખાસ સિદ્ધિ મેળવી છે. તે આઈપીએલ ઇતિહાસમાં કોઈ મેચમાં 5 વિકેટ લેનાર પ્રથમ અનકેપ્ડ ભારતીય બોલર બની ગયો હતો. આ અગાઉ કોઈ અનકેપ્ડ ભારતીય બોલરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના અજિત ચંદીલાના નામે નોંધાયેલ હતો. જ્યારે તેણે 2012માં જયપુરમાં પુણે વોરીયર્સ સામે 13 રનમાં 4 વિકેટ લીધી હતી.

4

જેમાં અનિલ કુંમ્બલેએ 2009માં કેપટાઉનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રાજસ્થાન રોયલ્સ સામે 5 રનમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે આ યાદીમાં બીજા ક્રમ પર ઇશાંત શર્મા છે જેણે 2011માં કોચ્ચિમાં ડેક્કન ચાર્જર્સ તરફથી કોચી ટસ્કર્સ સામે 12 રનમાં 5 વિકેટ ઝડપી હતી.

5

આ અગાઉ આ યાદીમાં અનીલ કુંબલે, ઈશાંત શર્મા, રવીન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, હરભજન સિંહ અને ભુવનેશ્વર કુમાર સામેલ હતા. અંકિતે 14 રનમાં 5 વિકેટ ઝડપી હતી જે આઈપીએલના ઇતિહાસમાં કોઈ ભારતીય બોલરનું ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ યાદીમાં અનીલ કુંબલે ટોપ પર છે.

6

અંકિત રાજપૂતે આ મેચમાં શાનદાર બોલિંગ કરી 14 રનમાં 5 વિકેટ ઝડપી હતી. આ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેની સૌથી મોટી સિદ્ધિ એ રહી કે તે આ પ્રતીશીઠ પ્રતિષ્ઠિત ટી-20 લીગમાં 5 વિકેટ ઝડપનાર 7મો ભારતીય બોલર બની ગયો હતો.

7

કિંગ્સ ઈલેવન પંજાબ ભલે મેચ હારી ગઈ હોય, પરંતુ અંકિત માટે આ મેચ યાદગાર બની ગઈ કારણ કે તેને આ દરમિયાન તે દિગ્ગજ ભારતીય બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો હતો.

8

નવી દિલ્હી: અંકિત રાજપૂત આઈપીએલ-2018માં શાનદાર બોલિંગ કરી હોવા છતાં કિંગ્સ ઈલેવન પંજાબને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અંકિત રાજપૂતે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં 5 વિકેટ ઝડપી હતી. પરંતુ લો-સ્કોરિંગ મેચમાં તેની ટીમને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ ‘ખાસ’ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો આ ખેલાડી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.