લંડન:  ICC વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને 21 રને હાર આપી હતી. બાંગ્લાદેશ તરફથી આપેલા 331 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રીકાની ટીમે 8 વિકેટના નુકશાન પર 50 ઓવરમાં 309 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રીકા તરફથી ડૂપ્લેસિસ 62 રન બનાવ્યા હતા. મિલરે 38 અને ડ્યૂમિનીએ 45 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝુર રહેમાને ત્રણ વિકેટ ઝડપી હતી.


એડીન માર્કરમ 45 રન બનાવી આઉટ થયો હતો. ડી કોક 23 રન બનાવી રન આઉટ થયો હતો. ડૂપ્લેસિસ 62 રને આઉટ થયો હતો.

બાંગ્લાદેશે સાઉથ આફ્રીકાને જીત માટે 331 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બાંગ્લાદેશ તરફથી રહીમે 78 અને સાકીબે 75 રન બનાવ્યા હતા.  તમિમ ઈકબાલ  16 રને આઉટ થયો હતો. સોમ્ય સરકારે સારી શરૂઆત કર્યા બાદ તે 42 રન બનાવી આઉટ થયો હતો.

આ પહેલા સાઉથ આફ્રીકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સાઉથ આફ્રીકા તરફથી તાહીર, મોરીસ, પેહલ્યૂક્યો 2-2 વિકેટ ઝડપી હતી.


વન ડે વર્લ્ડકપમાં બંને ટીમો એકબીજા સામે ત્રણ વખત ટકરાઈ છે, જેમાં આફ્રીકાનો બે વાર અને બાંગ્લાદેશનો એક વખત વિજય થયો છે. નોંધનિય છે કે દક્ષિણ આફ્રીકાને ઈંગ્લેન્ડ સામે 104 રને હારનો સામનો કરવો પડ્યો હતો.