બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
ઉલ્લેખનીય છે કે, અંતિમ ઓવરમાં ત્રીજા બોલ પર મુસ્તિફુર રહેમાન રન આઉટ થયા બાદ અમ્પાયરના નિર્ણય પર શાકિબ અલ-હસન ગુસ્સે ભરાયો હતો અને પલેવિયનથી ઉતરીને બાઉન્ડ્રી લાઈન પાસે પહોંચી ગયો અને પોતાના ખેલાડીઓને પરત પેવેલિયન બોલાવવા લાગ્યો. એટલું જ નહીં આ દરમિયાન બાંગ્લાદેશી અને શ્રીલંકન ક્રિકેટર્સ વચ્ચે તકરાર પણ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચની અંતિમ ઓવરમાં જે કંઈ ઘટના બની તેને દુનિયાના ક્રિકેટ પ્રેમિઓએ જોઈ હતી. ત્યારેજ સ્પષ્ટ થઈ ગયું હતું કે આઈસીસી આ હકરત પર જરૂર કાર્યવાહી કરશે. અમ્પાયરોએ આ ઘટનાનો રિપોર્ટ મેચ રેફરીને આપ્યા બાદ શાકિબ અને નુરુલ બન્નેને ખેલાડીઓનું વર્તન અને સપોર્ટ સ્ટોફ માટે બનેલી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી હોવાનું માનવામાં આવ્યું છે.
તેના બાદ શાકિબના આ ખરાબ વર્તનના કારણે આચાર સહિતા 2.1.1નું ઉલ્લઘનનો દોષી ગણાવ્યો હતો. આઈસીસીએ શાકિબ અને રિઝર્વ ખેલાડી નુરુલ હસન પર એક ડિમેરિટ પોઈન્ટ અને મેચ ફીસની 25 ટકા ફીસનો દંડ ફટકાર્યો છે.
નવી દિલ્લી: શ્રીલંકા સામે શુક્રવારે રમાયેલી નિદાહાસ ટ્રોફી ટી-20માં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ હસન અને નુરુલ હસન પર ખરાબ વર્તન કરવાના કારણે આઈસીસી એ સજા ફટકારી છે. મેચ રેફરીએ આ મામલે સુનાવણી માટે ખેલાડીઓની પણ તપાસ કરવું જરૂરી નથી ગણી અને સીધી સજા ફટકારી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -