નવી દિલ્હીઃ આઈસીસીએ વર્લ્ડ કપના પોતાના સ્તતાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વર્લ્ડ કપની ટ્રોફીની એક તસવીર શેર કરી છે, જે ઘાસમાંથી બનાવવામાં આવી છે. આઈસીસી અનુસાર આ ખાસ ટ્રોફી અફઘાનિસ્તાનમાં બનાવવામાં આવી છે, જોકે કોણે તે બનાવી છે તેના વિશે આઈસીસીને પણ ખબર નથી.


ઇન્સ્ટાગ્રામ પર ટ્રોફીની તસવીર શેર કરતાં આઈસીસીએ લખ્યું, ‘અમને પસંદ આવી. અફઘાનિસ્તાનમાં ઘાસમાંથી બનાવવામાં આવેલ એક શાનદાર વર્લ્ડ કપ ટ્રોફી. અમે એ વ્યક્તિને વિશે જાણવા ઈચ્છૂક છીએ, જેણે આ બનાવી છે.’


તમને જણાવીએ કે, આ વખત આઈસીસી વર્લ્ડ કપ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહ્યો છે. વર્લ્ડ કપમાં પ્રથમ મેચ મેજબાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે લંડનના કેનિંગટન ઓવલ મેદાન પર રમાશે.