નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટ કીપર-બેટ્સમેન કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં જ સમાપ્ત થયેલી ત્રણ મેચોની ટી-20 સીરિઝમાં સારુ પ્રદર્શન કર્યું હતું. જેનો ફાયદો તેમને આઈસીસી ટી-20ની લેટેસ્ટ રેન્કિંગમાં મળ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની ટી-20 સીરિઝ 2-1 થી પોતાના નામે કરી હતી.

આઈસીસીની લેટેસ્ટ ટી-20 રેન્કિગમાં કેએલ રાહુલ અને વિરાટે પોતાના સ્થાનમાં સુધારો કર્યો છે. વિકેટકીપર-બેટ્સમેન રાહુલે એક ક્રમનો છંલાગ લગાવી ત્રીજા નંબરે પહોંચ્યો છે જ્યારે કેપ્ટન કોહલીએ આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. કેનબરામાં પ્રથમ ટી-20માં ફિફ્ટી મારનાર રાહુલ ઓસ્ટ્રેલિયાના માર્યાદિત ઓવરોના કેપ્ટન એરોન ફિંચની જગ્યાએ નંબર ત્રણ પર પહોંચી ગયો છે.


વિરાટ કોહલીને એક ક્રમાંકનો ફાયદો થયો છે. ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાન બેટ્સમેનોની યાદીમાં આઈસીસી ટી-20 રેન્કીમાં ટોપ પર છે. મલાનના 915 પોઈન્ટ છે. આઈસીસી ટી-20 રેન્કિંગના ટોપ-10માં જગ્યા બનાવવા કેપ્ટન વિરાટ કોહલી અને કેએલ રાહુલ સફળ રહ્યાં છે.

આઈસીસીની નવી ટી-20 રેન્કિંગમાં કેએલ રાહુલ સૌથી વધુ રેન્કિંગવાળો ભારતીય બેટ્સમેન છે. રાહુલના હાલમાં 816 પોઈન્ટ છે. જ્યારે વિરાટ કોહલીના 697 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિસ શર્મા ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટી-20 સીરિઝમાં ટીમનો હિસ્સો નહોતો. જેના કારણે તે ટોપ-10માં જગ્યા બનાવી શક્યો નથી.