SL vs BANG, T20 WC : બાંગ્લાદેશ સામે શ્રીલંકાએ 5 વિકેટથી જીત મેળવી
શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે ટી20- રવિવારે બન્ને એશિયન ટીમો વચ્ચે જંગ જામશે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં આ બન્ને ટીમોએ ક્વૉલિફાયર રાઉન્ડ જીતીને વર્લ્ડકપની સુપર 12માં પ્રવેશ મેળવ્યો છે.
બાંગ્લાદેશની સામે શ્રીલંકાની ટીમ 5 વિકેટથી જીત મેળવી છે.
બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમનેે જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો છે.
16 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કૉર 2 વિકેટે 129 રને પહોંચ્યો, મોહમ્મદ નઇમ 62 રન અને મુસ્તફિઝૂર રહિમ 37 રન બનાવી ક્રિઝ પર છે
બાંગ્લાદેશે શાનદાર બેટિંગ કરતાં 100 પુરા કરી લીધા છે. 14 ઓવરના અંતે બાંગ્લાદેશની ટીમે 2 વિકેટ ગુમાવીને 107 કર્યા છે. મોહમ્મદ નઇન 55 અને મુસ્તફિઝૂર રહિમ 24 રન બનાવીને ક્રિઝ પર છે
બાંગ્લાદેશને બીજો ઝટકો લાગ્યો છે, લિટન દાસ બાદ શાકિબ અલ હસનને કરુણારત્નએ બૉલ્ડ કર્યો છે. શાકિબ 7 બૉલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. ટીમનો સ્કૉર 9 ઓવર બાદ 2 વિકેટે 65 રન છે. નઇમ 34 રન અને રહિમ 3 રન બનાવીને ક્રિઝ પર છે.
બાંગ્લાદેશની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે, ઓપનિંગમાં બેટિંગ કરવા ઉતરેલા લિટન દાસને શ્રીલંકન બૉલર લાહિરુ કુમારાએ આઉટ કરી દીધો છે. લિટન દાસે 2 ચોગ્ગા સાથે 16 બૉલમાં 16 રનની ઇનિંગ રમી હતી. ટીમનો સ્કૉર 6 ઓવરમાં 1 વિકેટના નુકસાને 41 રન પર પહોંચ્યો છે. મોહમ્મદ નઇમ 22 રન અને શાકિબ અલ હસન 1 રન બનાવીને ક્રિઝ પર છે.
બાંગ્લાદેશની બેટિંગ શરૂ થઇ ચૂકી છે, ઓપનર બેટ્સમેનોએ સારી શરૂ કરી છે, 4 ઓવરના અંતે વિના વિકેટે બાંગ્લાદેશની ટીમ 29 રન બનાવી શકી છે. મોહમ્મદ નઇમ 18 (15) રન અને લિટન દાસ 10 (12) રન બનાવીને ક્રિઝ પર છે.
આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 મેચ રમાઇ રહી છે, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી છે, જ્યારે બાંગ્લાદેશની ટીમને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે.
મોહમ્મદુલ્લા (કેપ્ટન), નુરુલ હસન (વિકેટકીપર), મોહમ્મદ નઇમ, લિટન દાસ, શાકિબ અલ હસન, મુસ્તફિકૂર રહીમ, અફિફ હૂસેન, મોહમ્મદ સૈફૂદ્દીન, મહેદી હસન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝૂર રહેમાન, સૌરીફૂલ ઇસ્લામ, શામિમ હૂસેન, નસૂમ અહેમદ, સૌમ્ય સરકાર.
કુસલ પરેરા (વિકેટકીપર), દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિશંકા, ચરીત અસલન્કા, આવિષ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, વનિન્દુ હસરરંગા, ચમીકા કરુણારત્ને, દુષ્મન્તા ચમીરા, મહીશ તીકશાના, લાહીરુ કુમારા, અકિલા ધનંજય, બિનુરા ફર્નાન્ડો, ધનંજય ડી સિલ્વા, દિનેશ ચંડીમાલ.
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ આજે બપોરે 3.30 વાગે શારજહાં સ્ટેડિમમાં રમાશે. જ્યારે ટૉસ 3 વાગે જ થઇ જશે. મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ્સ પર અલગ અલગ ભાષાઓમાં દેખાશે. આ ઉપરાંત ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પરથી પણ મેચને લાઇવ જોઇ શકાશે.
રવિવારે બન્ને એશિયન ટીમો વચ્ચે જંગ જામશે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં આ બન્ને ટીમોએ ક્વૉલિફાયર રાઉન્ડ જીતીને વર્લ્ડકપની સુપર 12માં પ્રવેશ મેળવ્યો છે. બન્ને ટીમો આજે સુપર સન્ડેમાં બપોરે 3.30 વાગે શારજહાં સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. વર્લ્ડકપમાં શ્રીલંકાની કમાન દાસુન શનાકાના હાથમાં છે તો વળી, બીજીબાજુ બાંગ્લાદેશની આગેવાની મોહમ્મદુલ્લા કરી રહ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
T20 WC 2021, Match 15, SL vs BANG: શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે ટી20- રવિવારે બન્ને એશિયન ટીમો વચ્ચે જંગ જામશે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં આ બન્ને ટીમોએ ક્વૉલિફાયર રાઉન્ડ જીતીને વર્લ્ડકપની સુપર 12માં પ્રવેશ મેળવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -