નવી દિલ્હી : આઈસીસીએ ટી20 રેન્કિંગની લેટેસ્ટ યાદી જાહેર કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલે બેટ્સમેનોની યાદીમાં બીજુ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ટોપ પર પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ યથાવત છે.
શાનદાર ફોર્મમાં ચાલી રહેલો રાહુલ આ મહીનાની શરૂઆતમાં ન્યૂઝિલેન્ડમાં શાનદાર પ્રદર્શનના કારણે બીજા નંબરે પહોચ્યો છે. રાહુલના 823 પોઈન્ટ છે. જ્યારે બાબર 879 પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ 673 પોઈન્ટ સાથે 10 ક્રમાંક પર છે. ઓસ્ટ્રેલિયાના સલામી બેટ્સમેન ડેવિડ વોર્નર 25માં ક્રમાંકથી જપ્ત લગાવી 18માં ક્રમાંકે અને સ્ટીવન સ્થિમ 53માં નંબરે પહોંચ્યો છે.
બોલરોની યાદીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથ ટી20માં હેટ્રિક સહિત પાંચ વિકેટ લેનાર એશ્ટન એગર છ સ્થાનનો જમ્પ મારી ચોથા નંબરે પહોંચી ગયો છે. એડમ જમ્પા એક ક્રમાંકના સુધારા સાથે ત્રીજા ક્રમાંકે છે.
ICC ટી20 રેન્કિંગ: લોકેશ રાહુલ નંબર-2 પર યથવાત, પાકિસ્તાનનો બાબર આઝમ નંબર-1 બેટ્સમેન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Feb 2020 10:53 PM (IST)
શાનદાર ફોર્મમાં ચાલી રહેલો રાહુલ આ મહીનાની શરૂઆતમાં ન્યૂઝિલેન્ડમાં શાનદાર પ્રદર્શનના કારણે બીજા નંબરે પહોચ્યો છે. રાહુલના 823 પોઈન્ટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -