નવી દિલ્હી: ઈન્ડિયન પ્રમિયિર લીગ(આઈપીએલ) સીઝન 13માં સૌથી વધુ ઉંમરના ખેલાડી પ્રવીણ તાંબેને ગેરલાયક ઠેરવ્યા છે. પ્રવીણ તાંબે આઈપીએલમાં નહીં રમી શકે. આઈપીએલ ઓક્સનમાં કોલકાત્તા નાઈટ રાઈડર્સે આ સીઝનમાં પ્રવીણ તાંબેને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો હતો.




લેગ સ્પિનર પ્રવીણ તાંબેએ 2018માં ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત બાદ શારજાહમાં ટી-10 લીગમાં રમ્યા હતા. જો કે બાદમાં તેણે મુંબઈ ક્રિકેટ સંઘને આપેલું રાજીનામું પરત ખેંચી લીધું હતું. તેણે કેટલીક વિદેશી ટી20 લીગ પણ રમી હતી, તેણે બોર્ડની મંજૂરી લીધી નહોતી. જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. બીસીસીઆઈના નિયમો અનુસાર કોઈ પણ ખેલાડી નિવૃતિ લીધા વગર વિદેશી લીગમાં ભાગ લઈ શકતા નથી.



આઈપીએલ અધ્યક્ષ બ્રૃજેશ પટેલ અનુસાર, તાંબે વિરુદ્ધ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાણકારી કેકેઆરને આપવામાં આવી છે. તાંબે 2013થી 2016 વચ્ચે કુલ 33 આઈપીએલ મેચ રમી ચૂક્યો છે. તે રાજસ્થાન રોયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે.

આ કારણે યુવરાજ સિંહના ફેન્સ પૃથ્વી શો પર થયા ગુસ્સે, કહ્યું- આ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી....

16 વર્ષીય શેફાલી વર્માએ T20માં રચ્યો ઈતિહાસ, જાણો વિગત