નવી દિલ્હી: ભારતી ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં પોતાનો નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ઉપ કપ્તાન અજિંક્ય રહાણે નવમાં સ્થાને સરકી ગયો છે. કોહલીના 928 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન બેટ્સમેન છે. જ્યારે બીજા નંબરના બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ કોહલી કરતા 17 પોઈન્ટ પાછળ છે. ચેતેશ્વર પુજારા 791 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. રહાણેના 759 પોઈન્ટ છે.
ભારતીય બોલરોની વાત કરવામાં આવે તો જસપ્રીત બુમરાહ બોલરોની રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર છે. તેના નામે 794 રેટિંગ પોઈન્ટ છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન આઠમાં સ્થાન પર છે. જ્યારે મોહમ્મદ શમી ટોપ 10માં સ્થાન મેળવનાર ત્રીજો ભારતીય બોલર છે. જે નવમાં નંબરે છે.
ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં રવિન્દ્ર જાડેજા (406 પોઈન્ટ) ત્રીજા સ્થાન પર છે. જ્યારે અશ્વિન(308 પોઈન્ટ) એક સ્થાનનો જમ્પ મારીને ચોથા નંબરે આવી ગયો છે.
ICC Test Rankings:કોહલીએ જાળવી રાખ્યો નંબર વનનો તાજ, ટોપ 10માં ત્રણ ભારતીય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2020 09:33 PM (IST)
જસપ્રીત બુમરાહ બોલરોની રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર છે. તેના નામે 794 રેટિંગ પોઈન્ટ છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન આઠમાં સ્થાન પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -