નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા બુધવારે આઈસીસીએ જાહેર કરેલા તાજા રેકિંગમાં બેટ્સમેનોના યાદીમાં એક-એક ક્રમ નીચે ખસી ગયા છે. જ્યારે બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને ફાયદો થયો છે. ઉલ્લેખેનીય છે કે, ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 227 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલીએ 11 અને બીજી ઈનિંગમાં 72 રન બનાવ્યા હતા. કોહલી હવે 852 પોઈન્ટ સાથે પાંચમાં નંબરે પહોંચી ગયો છે, જ્યારે પુજારા સાતમાં ક્રમે પહોંચી ગયો છે. બોલરોની રેકિંગમાં અશ્વિન સાતમાં અને બુમરાહ આઠમાં ક્રમે છે.

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પ્રથમ ટેસ્ટમાં 218 રનની ઈનિંગ રમી હતી. આ શાનદાર પ્રદર્શનના કારણે તેને બે ક્રમનો ફાયદો થયો છે અને તે ત્રીજા નંબરે પહોંચી ગયો છે. તેણે કોહલીને પછાડ પાડી દીધો છે. રૂટ હવે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનથી માત્ર 36 પોઈન્ટ પાછળ છે.



પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 91 રન બનાવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 700 રેટિંગ પોઈન્ટ સાથે 13માં નંબરે છે. જ્યારે શુભમન ગિલ સાત ક્રમની લાંબી છંલાગ સાથે 40 નંબર પર પહોંચી ગયો છે.