U19 WC: 'દ્રવિડ સેના'એ જીતની લય બરકરાર રાખી, પપુઆ ગિનીને 10 વિકેટે હરાવ્યું
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 8 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 67 રન બનાવી જીત મેળવી લીધી હતી. જેમાં કેપ્ટન પૃથ્વી શૉ એ માત્ર 39 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતાં, જ્યારે બીજા ઓપનર મનોજ કાલરા 9 રન બનાવીને નૉટ આઉટ રહ્યો. અનુકૂલ રૉય ને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆની પહેલાં ભારતીય ટીમ એ પપુઆ ન્યુ ગિની (પીએનજી) ને 21.4 ઓવરોમાં માત્ર 64 રનો પર સમેટી દીધું. ગ્રૂપ-બીના આ મુકાબલામાં પપુઆ ગિનીના શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને અંત સુધી તેઓ શકય કરી શકયા નહીં. અનુકૂલ સુધાકરણ રોય એ 14 રન આપી 5 વિકેટના ઝાટકા આપ્યા જ્યારે શિવમ માવીના ખાતામાં 2 વિકેટ ગઇ. કમલેશ નાગરકોટી અને અર્શદીપ સિંહ એ 1-1 વિકેટ લીધી.
પોતાની પહેલી મેચમાં ભરત એ ઑસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી વિજયી શરૂઆત કરી હતી. બીજીબાજુ પીએનજી માટે ટુર્નામેન્ટની શરૂઆત સારી નહોતી. તેણે પોતાની પહેલી મેચમાં ઝિમ્બાબ્વેની સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ઝિમ્બાબ્વે એ પીએનજીની ઇનિંગ્સ માત્ર 95 રનો પર સમેટી દીધી હતી.
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલ પપુઆ ન્યુ ગિનીની ટીમ ભારતીય બોલર્સ સામે ઘૂંટણિયે દેખાઇ. તેને પહેલો ઝાટકો 13 રનોના સ્કોર પર લાગ્યો તો 50 રનની અંદર ટોપ-4 બેટસમેન પાછા ફર્યા હતા. ત્યારબાદ પાંચમી વિકેટ 61 રન પર પડી પછી તો ટપોટપ વિકેટો પડવા લાગી. 15 રન બનાવનાર ઓવિયા સૈમ બેસ્ટ સ્કોરર રહ્યા. બીજીબાજુ ઓપનર સિમોન અતાઇ એ 13 રનની ઇનિંગ્સ રમી તો સિનાકા અરૂઆ 12 રન બનાવી શકયો. આ સિવાય પપુઆ ન્યૂ ગિનીનો કોઇપણ બેટસમેન 10નો આંકડો પાર કરી શકયો નહીં. 5 બેટસમેન ખાતું ખોલ્યા વગર પેવેલિયનમાં પાછા ફર્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -