શુક્રવારે સુપર લીગ ક્વાર્ટર ફાઈનલ મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 6 વિકેટ હરાવ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાનને 53 બોલ બાકી હતા ત્યારે જ 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો.
ભારતે 28 જાન્યુઆરીએ જ સેમીફાઈનલમં સ્થાન મેળવી લીધું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 74 રને હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 234 રનના ટાર્ગેટની સામે 159 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે ગ્રુપ એમાં અજેય રહેતા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમી ફાઈનલ ચાર ફેબ્રુઆરીએ પોચેફસ્ટ્રમમાં થશે. આ મેચ બપોરે દોઢ કલાકથી રમવામાં આવશે. તો બીજી સેમિફાઈનલ મેચ ગુરૂવારે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મુકાબલો પણ બપોરે દોઢ કલાકે રમાશે.
અંડર19 ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 23 મેચ રવામાં આવી છે. જેમાં ભારતને 14માં જીત મળી છે. હાલના વર્લ્ડ કપમાં ભારત માટે ઓપનર બેટ્સમેન યસસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં છે. યશસ્વીએ 4 મેચમાં 103.50ની એવરેજથી 207 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ ચાર મેચમાં 11 વિકેટ લઈ ચોથા નંબર પર છે.