સિડનીઃ આઈસીસી મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિડનીમાં રમાનારી સેમિ ફાઇનલ પહેલા વરસાદનું વિધ્ન નડ્યું છે. વરસાદના કારણે ટોસ વિલંબથી થશે. જો 11 કલાક 6 મિનિટ સુધી ટોસ થશે તો બંને ટીમ વચ્ચે 10-10 ઓવરનો મુકાબલો રમાશે. જો આ સમય સુધીમાં ટોસ નહીં થાય તો મેચ રદ્દ કરવામાં આવશે અને ભારતીય ટીમ સીધી જ ફાઈનલમાં પહોંચી જશે.
મેચ રદ્દ થશે તો ભારત ફાઈનલમાં
ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાની મેચ જો વરસાદના કારણે રદ્દ થશે તો ઇન્ડિયન વૂમન ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય મહિલા ટીમની પાસે 8 પૉઇન્ટ હતા, જ્યારે ઇંગ્લન્ડ મહિલા ટીમ પાસે 6 પૉઇન્ટ જ છે. ગ્રુપ સ્ટેજમાં જેને વધારે પૉઇન્ટ હોય તેને મેચ રદ્દ થવાનો ફાયદો મળશે. આ ગણિતના આધારે ટીમ ઇન્ડિયા સીધી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી જશે.
ભારત ક્યારેય નથી પહોંચ્યુ ફાઈનલમાં
ભારતીય મહિલા ટીમ છેલ્લી સાત ટુર્નામેન્ટમાં ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. પરંતુ આ વખતે શાનદાર પ્રદર્શનના કારણે ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી-20 વર્લ્ડકપમાં રમાયેલા કુલ પાંચ મુકાબલામાં તમામ મેચમાં ઈંગ્લેન્ડ વિજેતા બન્યું હોવાથી તેમનું પલ્લું ભારે છે.
ભારત પાસે બદલો લેવાની તક
2018માં પણ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં આમને સામને હતી. ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું પરંતુ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ભારત પાસે 2018ના વર્લ્ડકપનો બદલો લેવાની તક છે.
રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, કચ્છમાં પડ્યા વરસાદી ઝાપટા, અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ
જેટ એરવેઝના પૂર્વ CEO નરેશ ગોયલની વધશે મુશ્કેલી, મની લોન્ડ્રિંગ કેસમાં EDએ ઘર પર પાડ્યા દરોડા
ગુજરાત બોર્ડની ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 17.53 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Women’s T-20 Worldcup: વરસાદના કારણે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે કેટલી ઓવરની રમાઈ શકે છે મેચ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2020 09:41 AM (IST)
વરસાદના કારણે ટોસ વિલંબથી થશે. જો 11 કલાક 6 મિનિટ સુધી ટોસ થશે તો બંને ટીમ વચ્ચે 10-10 ઓવરનો મુકાબલો રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -