વર્લ્ડ કપ 2011ની ફાઇનલનું સેહવાગે ખોલ્યું મોટું રહસ્ય, કહ્યું- સચિનના કહેવા પર યુવરાજ પહેલાં બેટિંગમાં ઉતર્યો હતો ધોની
જે બાદ સચિને સેહવાગને ઉભા ન થવાનો આદેશ કર્યો. સચિનને ભગવાન માનતા સહેવાગે તેની વાત માની લીધી અને આ સમયે ધોની અંદર આવ્યો, આ સમયે મેદાન પર કોહલી અને ગંભીરની જોડી બેટિંગ કરતી હતી.
આ ઘટનાને યાદ કરતાં સેહવાગે કહ્યું કે સચિનના કહેવા પર જ કોહલી આઉટ થવા પર ધોની મેદાન પર ગયો અને ટૂર્નામેન્ટનો હીરો યુવરાજ નીચેના ક્રમે બેટિંગ કરવા ઉતર્યો. આ પછી જે કંઈ થયું તે બધાની સામે છે.
ધોની સામે સચિને કહ્યું કે, જો ડાબોડી બેટ્સમેન આઉટ થાય તો ડાબોડી અને જમોડી બેટ્સમેન આઉટ થાય તો જમોડી બેટ઼સમેન મેદાનમાં ઉતરશે. સેહવાગે કહ્યું કે, સચિને સીધી રીતે કેપ્ટન ધોનીને કંઈ કહ્યું હોય તેવો આ પ્રથમ મોકો હતો. આ પહેલા સચિનને જ્યારે પણ ધોનીને કંઈ કહેવાનું હોય ત્યારે તે મને કહેતો અને હું તેની વાત ધોની સુધી પહોંચાડતો.
વિક્રમ સાઠેના ચર્ચિત શો What The Duckમાં આવ્યા બાદ સચિન અને સેહવાગે વિશ્વકપ 2011ની ફાઈનલને યાદ કરી અને વાતો કરી. સેહવાગે જણાવ્યું કે સચિને તેને ફાઇનલ જોવા દીધી નહોતી અને ઇનિંગ દરમિયાન તેની સામે બેસાડી રાખ્યો હતો. સેહવાગ સચિન સાથે બેઠો હતો અને જ્યારે પણ સેહવાગ ઉભી થવાની કોશિશ કરતો ત્યારે કોઈને કોઈ ખેલાડી ફોર મારતો હતો.
વર્લ્ડકપમાં ફાઈનલ પહેલાની મેચોમાં ધોની બેટિંગથી કંઈ ખાસ ઉકાળી શક્યો નહોતો. પરંતુ વર્લ્ડકપના 7 વર્ષ અને ફિલ્મના બે વર્ષ બાદ એ વાતનો ખુલાસો થયો કે ફેંસલો ધોનીનો નહીં પણ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો હતો.
ફિલ્મ બાદ આ અંગે અનેક સવાલ ઉઠ્યા કે ધોનીએ આ ફેંસલો કેમ લીધો હતો ? જેની સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું કે યુવરાજ મુરલીધરનનો સામનો કરતી વખતે અસહજ અનુભવે છે અને આ માટે ધોની ખુદ બેટિંગમાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ પર 2016માં બનેલી ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીની શરૂઆત વિશ્વ કપ 2011ની ફાઈનલથી થાય છે. વિરાટ કોહલી આઉટ થયા બાદ કેપ્ટન ધોની કોચ ગેરી કર્સ્ટન પાસે જાય છે અને કહે છે કે હું બેટિંગમાં જાવ છું. કોચ કહે છે યુવરાજ પેડ બાંધીને તૈયાર છે પરંતુ ધોની ખુદ બેટિંગ માટે જાય છે.