એક સૂત્રએ જણાવ્યું કે ખેલાડીઓ માટે બૂક કરવામાં આવેલી હૉટલ્સમાં જીમ કરવા માટેની પર્યાપ્ત સુવિધા નથી અને આ કારણે ભારતીય ખેલાડીઓએ પ્રાઇવેટ જીમમાં વર્કઆઉટ કરવું પડી રહ્યું છે અને આ માટે ભારતીય ખેલાડીઓને પ્રાઇવેટ જીમમાં વર્કઆઉટ કરવા માટે અલગથી પાસ આપવામાં આવ્યા છે.
આ મુદ્દે સંપૂર્ણ જાણકારી રાખનારા સૂત્રએ જણાવ્યું કે, “હાં, ટીમ માટે હૉટલમાં રાખવામાં આવેલા સાધનો પૂરતા નથી. ભારતીય ખેલાડીઓને અત્યારે પ્રાઇવેટ જીમમાં વર્કઆઉટ કરવું પડી રહ્યું છે, કેમકે તેઓ ત્યાં જ પોતાની જરૂરિયાત અનુસાર વર્કઆઉટ કરી શકે છે.”
ભારતીય ટીમની ફેન ફૉલોઇંગને જોતા સુરક્ષા પણ મહત્વનો મુદ્દો છે. ભારતીય ટીમ માટે ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને આનાથી ટીમ મેનેજમેન્ટને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓને બસમાં મુસાફરી કરવી પડી રહી છે, જ્યારે રેલવેમાં મુસાફરી કરવાથી ઘણો સમય બચી શકે છે.