ભારતની ઇનિંગ પૂરી થયાનાં થોડા સમય બાદ વરસાદ આવ્યો અને આ કારણે પાકિસ્તાનની બેટિંગ થોડી મોડી શરૂ થઇ. તે બાદ જ્યારે ભારતીય ટીમ અને પાકિસ્તાનની ઓપનિંગ જોડી ઇમામ ઉલ હક અને ફખર જમાં મેદાનમાં આવ્યા તો લોકો પિચની પાસે પહોચ્યાને ફરી વરસાદ શરૂ થયો અને બંને ટીમ મેદાનથી બહાર જતી રહી.
કોહલી બાકી સાથીઓ સાથે મેદાનની બહાર બનેલા ડગઆઉટમાં બેઠો હતો આ સમયે તે કોહલી હસી હસીને મજાક ઉડાવતો નજર આવે છે. કોહલી જે અંદાજમાં નકલ ઉતારે છે તે જોઇને જાધવ અને કુલદીપ ખડખડાટ હસી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર યૂઝર્સનું કહેવું છે કે કોહલી સરફરાઝની મજાક ઉડાવી રહ્યો હતો. લાગે છે કે સરફરાઝ જે અંદાજમાં તેનાં ખેલાડીઓ સાથે વાત કરે છે કોહલી તેની નકલ કરી રહ્યો હતો.