નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જે નિયમ અંતર્ગત વર્લ્ડ ચેમ્પિયન બની હતી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ રદ કરી દીધો છે. ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં પરિણામ બાઉન્ડ્રીના આધારે નક્કી થયું હતું. આઈસીસીના સુપર ઓવરમાં બાઉન્ડ્રીના નિયમના કારણે ઈંગ્લેન્ડે વર્લ્ડકપ પર કબજો કર્યો હતો, જ્યારે શાનદાર પ્રદર્શન કરનારી ન્યૂઝીલન્ડની ટીમ ખિતાબથી વંચિત રહી ગઈ હતી.



આ પહેલા જુલાઈમાં આઈસીસીના અધિકારીએ એવી જાણકારી આપી હતી કે, પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેની આગેવાની હેઠળની ક્રિકેટ સમિતિ તેની આગામી બેઠકમાં બાઉન્ડ્રી નિયમ સહિત વિશ્વકપ ફાઇનલ સાથે સંકળાયેલા મુદ્દા પર ચર્ચા કરશે.



14 જુલાઈના લોર્ડ્સના મેદાન પર રમાયેલી વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હાર આપી હતી. આ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 241 રન બનાવ્યા હતા, ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનવા 242 રન બનાવવાના હતા પરંતુ 241 રન જ કરી શકતા મેચ ટાઈ પડી હતી. જે બાદ સુપર ઓવરમાં પણ બંને ટીમોએ સરખા બનાવ્યા હતા. આખરે ઈંગ્લેન્ડે મેચમાં વધારે બાઉન્ડ્રી ફટકારી હોવાથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.


 HDFC એ લોનના વ્યાજમાં 0.10 ટકાનો કર્યો ઘટાડો, જૂના લોનધારકોને પણ થશે ફાયદો

નોબલ વિજેતા અભિજીત બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું- ડગમગતી સ્થિતિમાં છે ભારતીય અર્થવ્યવસ્થા

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોટસનનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, બનાવી દીધો ક્રિમિનલ ને કરી ગંદી કમેન્ટ્સ