ભારત એજબસ્ટનમાં અત્યાર સુધી 10 વનડે મેચ રમ્યું છે જેમાંથી સાતમાં જીત અને માત્ર ત્રણમાં હાર મળી છે. ભારતે 2013થી અહીં સતત પાંચ મેચમાં જીત મેળવી છે જેમાં પાકિસ્તાન વિરૂદ્ધ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 અને 2017માં આઠ વિકેટે 124 રનની બે મોટી જીત પણ સામેલ છે.
પરંતુ એજબસ્ટનમાં ભારતનો મેચ ઇંગ્લેન્ડ (30 જૂન) અને બાંગ્લાદેશ (2 જુલાઈ)ના રોજ રમાશે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારત અહીં ચાર મેચ રમ્યું છે જેમાંતી ત્રણમાં જીત મળી છે. બાંગ્લાદેશને પણ ભારેત 2017માં આ મેદાન પર નવ વિકેટે હાર આપી હતી.