નવી દિલ્હીઃ રાંચી ટેસ્ટ જીતીને ભારતે આફ્રિકાને ક્લિન વૉશ કરી દીધુ, આ સાથે જ ભારતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટૉપનુ સ્થાન યથાવત રાખ્યુ છે, એટલુ જ નહીં ભારતે 240 પૉઇન્ટની સાથે ટૉપ પર પહોંચી ગઇ છે. વળી, બાકીની ચાર ટૉપની ટીમોથી ભારત બહુજ આગળ નીકળી ગયુ છે, ભારતે આ ટીમોથી 180 પૉઇન્ટની લીડ પણ મેળવી લીધી છે.

ખાસ વાત એ છે કે, ભારતીય ટીમના એકલા 240 પૉઇન્ટ છે, જ્યારે બાકીની બધી ટીમોના પૉઇન્ટ મેળવી દઇએ તો પણ 232 જ થાય છે. ભારત બાદ આ લિસ્ટમાં ન્યૂઝીલેન્ડ છે, જેના 60 પૉઇન્ટ છે.



વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પૉઇન્ટ ટેબલ....
240 પૉઇન્ટ- ભારત
60 પૉઇન્ટ- ન્યૂઝીલેન્ડ
60 પૉઇન્ટ- શ્રીલંકા
56 પૉઇન્ટ- ઓસ્ટ્રેલિયા
56 પૉઇન્ટ- ઇંગ્લેન્ડ

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 9 ટીમો રમી રહી છે, આ 9 ટીમોને 9 સીરીઝ રમવાની છે, આમાં 6 ઘરઆંગણે અને 3 વિદેશમાં રમવાની છે. ટીમોને આના પ્રમાણે જ પૉઇન્ટ ટેબલમાં પૉઇન્ટ આપવામાં આવશે.