આ અગાઉ બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને જીતવા માટે 263 રનનો પડકાર આપ્યો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 262 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ મુશફિકુર રહીમે 83 રન બનાવ્યા હતા. તે સિવાય શાકિબ અલ હસન 51 રન બનાવી મુઝીબનો શિકાર બન્યો હતો. શાકિબ આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે છ મેચમાં 476 રન ફટકાર્યા છે. તેણે વોર્નરને પાછળ છોડ્યો હતો. વોર્નરે છ મેચમાં 447 રન બનાવ્યા છે.
આ અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર લિટન દાસ 16 રન બનાવી મુઝીબના બોલ પર આઉટ થયો હતો. બાદમાં શાકિબ અને તમીમ ઇકબાલે બીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. તમીમ ઇકબાલ 36 રન બનાવી આઉટ થયો હતો. સૌમ્ય સરકાર 3, મહમુદુલ્લાહ 27, હુસેને 35 રન બનાવી આઉટ થયા હતા. અફઘાનિસ્તાન તરફથી મુઝીબે ત્રણ અને નઇબે બે વિકેટ ઝડપી હતી.