નવી દિલ્હીઃ શેન વોટ્સનની શાનદાર હાફ સેન્ચુરીના જોરે ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે હૈદ્રાબાદને છ વિકેટ હાર આપીને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું હતું.


પરંતુ એક બાજુ ટીમના કેપ્ટન એમએસ ધોનીએ પોતાની શાનદાર રમત અને કેપ્ટનશીપથી બધાને પ્રભાવિત કર્યા છે, તો એક વખત ફરીથી તેણે પોતાના હાજર જવાબથી બધાનું દિલ જીતી લીધું છે. મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં હર્ષા ભોગલેએ ધોનીને પૂછ્યું કે એવું શું રહસ્ય છે કે સીએસકે દર વખતે પ્લેઓફમાં પહોંચે છે. તેના જવાબમાં ધોનીએ કહ્યું કે, જો તે આ વાત બધાને જણાવી દેશે તો સીએસકે ફ્રેન્ચાઈઝી તેને શા માટે ખરીદશે.


ધોનીની કેપ્ટનશીપમાં સીએસકીની ટીમ અત્યાર સુધી તમામ સીઝનમાં પ્લેઓફ સુધી પહોંચી છે. ધોનીને જ્યારે હર્ષાએ આ સાથે જોડાયેલ સવાલ પૂછ્યો તો ધોનીએ મજાકમાં કહ્યું કે, “જો હું આ મામલે બધાને કહેવા લાગીશ તો સીએસકે મને ઓક્શનમાં શા માટે ખરીદશે. આ એક ટ્રેડ સીક્ર્ટે છે.”

જોકે ત્યાર બાદ ધોનીએ તેનો જવાબ આપતા કહ્યું કે, ચેન્નઈના લોગોનો પ્રેમ અને હંમેશા કેમેરા પાછળની મહેનત કરનારા સપોર્ટ સ્ટાફ જ તેની પાછળનું સૌથી મોટું કારણ છે. જે દરેક ખેલાડીની ફિટનેસનું ધ્યાન રાખે છે.