નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને શનિવારે કહ્યું કે જો ભારતીય ટીમ આ વર્ષે સપ્ટેમ્બરમાં થનારા એશિયા કપ ટી-20 માટે પાકિસ્તાન પ્રવાસે નહીં આવે તો, પાકિસ્તાન પણ 2021 વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત નહીં મોકલે. ઉલ્લેખનીય છે કે ભારત 2008થી પાકિસ્તાનમાં એક પણ મેચ રમ્યું નથી.
વસીમ ખાને પત્રકારોને કહ્યું કે, “ભારતીય ટીમ એશિયા કપ માટે જો પાકિસ્તા નહીં આવે તો અમે પણ તેમની યજમાનીમાં થનારા ટી-20 વર્લ્ડકપ (2021)માં ભાગ લેવાનો ઈનકાર કરી દઈશું. ”
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના આ વરિષ્ઠ અધિકારીએ એવા અહેવાલોને ફગાવી દીધા છે કે બોર્ડે બાંગ્લાદેશને પાકિસ્તાનની મુલાકાત માટે રાજી કરવા એશિયા કપનું હોસ્ટિંગ સોંપ્યું છે.
પીસીબીએ બાંગ્લાદેશને પાકિસ્તાનીના પ્રવાસ માટે રાજી કરવા એશિયા કપની યજમાની સોંપી હોવાના અહેવાલને નકારતા આ વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એશિયાઈ ક્રિકેટ પરિષદ (એસીસી)એ યજમાનીનો અધિકાર અમને સોંપ્યો છે અને અમે તેને બીજાને નહીં આપીએ. અમારી પાસે તેનો અધિકાર નથી.
જો કે, વસીમ ખાને સ્વીકાર્યું કે ભારત સાથે તણાવનું કારણ પાકિસ્તાન એશિયા કપની યજમાની માટે બે સ્થળ પર વિચાર કરી રહ્યાં છે. પાકિસ્તાન સાથે રાજનીતિક અને કૂટનીતિક સંબંધોના કારણે 2007થી પાકિસ્તાન સાથે પૂર્ણ દ્વિપક્ષીય સીરિઝ રમી નથી. પાકિસ્તાને મર્યાદિત ઓવરોની સીરિઝ માટે 2012માં ભારત પ્રવાસે આવ્યું હતું. ક્રિકેટ વિશેષજ્ઞોનું માનવું છે કે, એશિયા કપની યજમાનીમાં પાકિસ્તાન માટે મુખ્ય સમસ્યા એ હશે કે શું ભારત સુરક્ષાના કારણોસર અહીં રમવા માટે સહમત થશે કે નહીં.
ટીમ ઈન્ડિયા જો પાકિસ્તાન નહીં આવે, તો અમે પણ ભારત નહીં આવીએઃ PCB
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jan 2020 06:16 PM (IST)
વસીમ ખાને કહ્યું કે, “ભારતીય ટીમ એશિયા કપ માટે જો પાકિસ્તા નહીં આવે તો અમે પણ તેમની યજમાનીમાં થનારા ટી-20 વર્લ્ડકપ (2021)માં ભાગ લેવાનો ઈનકાર કરી દઈશું. ”
- - - - - - - - - Advertisement - - - - - - - - -