આજે જાપાનના પીએમ શિંજો આબેએ જુલાઈ મહિનામાં યોજાનારા ઓલંપિક રમતોત્સવને રદ્દ કરવાની યોજના બનાવવામાં આવતી હોવાની જાહેરાત કરી છે. આ સ્થિતિ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવેલી આઈપીએલને લઈ પ્રશ્ન ઉભો થયો છે.
બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા મુજબ, જો ઓલંપિકને કેન્સલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે તો આ સ્થિતિમાં આઈપીએલનું આયોજન કરવું ઠીક નથી. જો અમે તેમ ન કરીએ તો સમગ્ર વિશ્વમાં ફજેતીનો સામનો કરવો પડી શકે છે.
સૂત્રએ એમ પણ કહ્યું કે, અહીંયા પણ ફેંસલો ચાલુ મહિનાના અંત સુધી લેવાનો છે, જેથી અમે ચમત્કારની આશા રાખી રહ્યા છીએ. પરંતુ જે રીતે વિશ્વના અન્ય દેશોની હાલત બગડી રહી છે તે જોતાં તચમત્કારની કોઈ આશા નતી. કારણકે આઈપીએલમાં ન માત્ર આપણા દેશના પરંતુ વિદેશના ખેલાડીઓ પણ ભાગ લેશે. તેથી આ ટુર્નામેન્ટ યોજાય તેવી શક્યતા નહીંવત છે.